Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

મંડળીમાંથી લોન લઇને આપેલ ચેક રીટર્ન કેસમાં ભંગારના વેપારીને એક વર્ષની સજા

રૂ.૧ લાખ ૨૪ હજારનું વળતર ચુકવવા પણ કોર્ટનો આદેશ

રાજકોટ, તા.૧૧: રાજકોટની માં ક્રેડીટ-કો.ઓ.સોસાયટી લી.ના લોની એવા ભંગારના વેપારી ચેક રીટર્ન કેસમાં અદાલતે એક વર્ષની સજા અને  ૧,૨૪,૪૦૦/નું વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

અત્રે રાજકોટની શ્રી માં ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી.ઠે.શાસ્ત્રીનગર, નાનામવા મેઇન રોડ, બીજુ સર્કલ, શોપ નં.૫૩, રાજકોટ-પ વાળાએ રાજકોટવાળા ઉપરોકત સરનામે શરાફી મંડળી ચલાવે છે અને સભાસદોને ધીરાણ આપવાનું કામકાજ કરે છે. સભ્ય દરજજે આરોપી રફીકભાઇ મહમદભાઇ સિપાહીએ ફરીયાદી મંડળીમાંથી તા.૨૧-૪-૨૦૧૫ના રોજ રૂ. ર,પ૦,૦૦૦/નું ધિરાણ મેળવેલ આરોપીએ સદરહું લોનના ચડત હપ્તાની રકમ ચુકવવા માટે આરોપીએ ફરીયાદી મંડળીને બેંક ઓફ ઇન્ડિયાનો ચેક રૂ.૧,૨૪,૪૦૦/ તા.૮-પ-૧૭નો આપેલ ફરીયાદી મંડળીએ સદરહું ચેક પોતાના ખાતામાં રજુ કરતા સદરહું ચેક ઇન્સફીસન્ટના શેરા સાથે પરત ફરેલ હતો.

આથી ફરીયાદીએ આરોપીને રજીસ્ટર્ડ એડીથી નોટીસ મોકલાવેલ જે નોટીસ આરોપીને બી જવા છતાં આરોપીએ ફરીયાદી મંડળીની લેણી રકમ ચુકવેલ નહી. તેથી રાજકોટના ચીફ.જયુડીની કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ. આ ફરીયાદ ચાલી જતા આ કામે ફરીયાદી દ્વારા આરોપીને લોન અવેજ ચુકવી આપેલની હકીકત સાબીત થયેલ છે. જે ફરીયાદપક્ષે પુરવાર કરેલ છે આમ ફરીયાદીએ પોતાની પ્રાઇમ ડયુટી બજાવેલ છે અને કાયદેસરનું લેણું બાકી નીકળે છે તે સાબીત કરેલ છે અને તે પરત કરવા આરોપીએ સદરહું વાદગ્રસ્ત ચેક આપેલ છે. જેનું આરોપી તરફે ખંડન કરેલ નથી. આમ, ફરીયાદીના વકીલશ્રીએ કેસ ચાલતા સમયે લેખીત દલીલ કરેલી કે હાલનો આરોપીએ ગંભીર ગુનો કરેલ છે. ચેક રીટર્ન થવાના કિસ્સા વધી ગયા છે.

કોર્ટે હાલના કેસની હકીકતો અને સંજોગો લક્ષમાં લઇએ તો આરોપી પોતે ઠરેલ વ્યકિત છે. રૂપિયા લીધા બાદ રકમ સામે ચેક આપવાની ગંભીરતા તેના ખ્યાલે હોવી જોઇએ કેસ ચાલતા દરમ્યાન આરોપી તરફે ફરીયાદીને ચેકની રકમ ચુકવવામાં આવેલ નથી. આમ, આરોપીઓની દાનત ફરીયાદીને પરત નહીં આપવાનું જણાય છે. જેથી ચીફ.જયુડી.મેજી.એ  આ કામના આરોપીને એક વર્ષની સજા તેમજ રૂ.૧,૨૪,૪૦૦/ વળતર પેટે ફરીયાદીને ચુકવવા હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદીમાં ક્રેડીટ ક્રો-ઓ.સોસાયટી લી., તરફે રાજકોટના ધારાશાસ્ત્રી રીતેષ.એસ.કોટેચા રોકાયેલ છે.

(3:49 pm IST)