Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

એક ભારત, સશકત ભારત - બાપુના સપનાનું ભારતઃ કાલથી ગાંધી મ્યુઝિયમમાં અદ્દભૂત મલ્ટી મિડીયા પ્રદર્શનઃ નિઃશુલ્ક પ્રવેશ

રાજકોટ : રીજનલ આઉટરીચ બ્યુરો, અમદાવાદ, દ્વારા ગાંધીજીની ૧પ૦ મી જયંતી સંદર્ભે મહાત્મા ગાંધીના જીવન અને કાર્યો પર આધારિત વિશાળ મલ્ટી મીડિયા પ્રદર્શન 'એક ભારત, સશકત ભારત-બાપુના સપનાનું ભારત' નું આયોજન તારીખ ૧ર થી ૧૮ ઓકટોબર સુધી ગાંધી મ્યુઝિયમ, જવાહર રોડ ખાતે કરવામાં આવ્યું છે.આદર્શ ગ્રામની પ્રસ્તુતિ ઉપરાંત અત્યાધુનિક ઇન્ટરેકટીવ ડીવાઇસ દ્વારા મહાત્મા ગાંધીના જીવન, મુલ્યો અને આદર્શોને ડિજિટલ ઇન્ટરેકટીવ ડિસ્પ્લે દ્વારા પ્રદર્શિત કરાશે. એલઇડી સ્ક્રીન, ૩-ડી હોલોગ્રામ અને વર્ચ્યુઅલ વિશેષતાઓથી ભરપુર છે.પ્રદર્શન નિમિતે દરરોજ સાંજે ગાંધી વિષયક પરિસંવાદ થશે. પ્રદર્શનનું ઉદ્દઘાટન કાલે તા.૧રમીએ બપોરે ૩ વાગ્યે કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રીશ્રી પરસોતમ રૂપાલાના હસ્તે થશે પ્રદર્શનનો સમય સવારે ૧૦ થી રાત્રે ૯ વાગ્યા સુધીનો રહેશે સૌને વિનામુલ્યે પ્રવેશ છે. કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત વિભાગના અપર મહાનિર્દષક (અમદાવાદ) ડો. ધીરજ કાકડિયાએ આજે સવારે પ્રદર્શન સ્થળની મુલાકાત લઇ આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રદર્શનનો લાભ લેવા માટે સૌને જાહેર નિમંત્રણ આપ્યું છે(તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(3:48 pm IST)