Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

રવિવારે વિનામૂલ્યે શરદોત્સવ ક્રિષ્ના મહિલા રાસોત્સવ

રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળ દ્વારા સર્વ જ્ઞાતિ બહેનો માટે આયોજન

રાજકોટ, તા. ૧૧ : રાજકોટ શહેર - જિલ્લા વાલી મહામંડળ અને કોઠારીયા કોલોની યુવા ગ્રુપના સંયુકત ઉપક્રમે વર્ષોની પરંપરા મુજબ ક્રિષ્ના મહિલા રાસોત્સવ ૨૦૧૯ને રવિવારે તા.૧૩ને શરદપૂર્ણિમાના દિવસે શરદોત્સવ યોજાશે. શ્રી પી એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કુલ, ૮૦ ફૂટ રોડ, બગીચા સામે રાત્રે ૮-૩૦ થી દિપ પ્રાગટ્ય (ઉદ્દઘાટન) કરી ૧૯મો મહિલા રાસોત્સવ-૨૦૧૯ ખુલ્લો મૂકાશે.

સર્વ જ્ઞાતિના મહિલાઓને નાત - જાતના ભેદભાવ વગર નિઃશુલ્ક પ્રવેશ અપાશે. દર વર્ષે યોજાતા આ મહિલા રાસોત્સવમાં શહેરની ગરબી મંડળની બાળાઓ મહિલાઓ મોટી સંખ્યામાં પોતાનું કલાનું કામણ પાથરી ટીટોળો, ઘુમર, સીકસ સ્ટેપ, ફોર સ્ટેપ, રંગીલા રાસો રજૂ કરે છે. તદ્દ ઉપરાંત આશાપુરા યુવા ગ્રુપ દ્વારા દિકરીઓ દ્વારા રજૂ કરાતો તલવાર રાસ મુખ્ય રાસ છે. કાર્યક્રમમાં શહેરના વાણીયાવાડી, કોઠારીયા કોલોની, પૂજારા પ્લોટ, ગોપાલનગર, ગોવિંદપરા, ગુંદાવાડી, ભકિતનગર સોસાયટી, મીલપરા સહિતના વિસ્તારોમાંથી બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે. તેમ કોઠારીયા કોલોની યુવા ગ્રુપના ગજેન્દ્રસિંહ ઝાલા રાજકોટ શહેર / જિલ્લા વાલી મહામંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયાએ અંતમાં જણાવ્યુ છે. હેલ્પલાઈન નં.૯૪૨૬૨ ૨૯૩૯૬ છે.

તસ્વીરમાં આયોજનને સફળ બનાવવા ગજેન્દ્રસિંહ ઝાલા, નલીનભાઈ ચૌહાણ, સ્મૃતિબેન જોષી, નટુભા ઝાલા, સરલાબેન પાટડીયા, ધીરૂભાઈ પરસાડીયા, નવઘણભાઈ ભરવાડ, હીનાબેન વાડોદરીયા, નવીનભાઈ પાટડીયા, જલ્પાબેન ચૌહાણ, પ્રવિણભાઈ લાખાણી, જયાબેન ચૌહાણ સહિતના ભાઈઓ તથા બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:45 pm IST)