Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

રાજકોટ જેલનો કાચો કેદી જયદિપ પરમાર કોઠી કમ્પાઉન્ડ પાસે બે પોલીસમેનને ધક્કો દઇ ભાગ્યો

જમીનનું બોગસ સાટાખત ઉભુ કરી ૨ કરોડની ખંડણી માંગવાના ગુનામાં અજય બોરીચા સહિતના સાથે એસઓજીએ પકડ્યો હતો : ગઇકાલે જેલમાંથી કોર્ટમાં મુદ્દતે હાજર કર્યા બાદ ખાનગી કારમાં પરત જેલમાં લઇ જતી વેળાએ ઉલ્ટી કરવાનો ઢોંગ કર્યોઃ પોલીસ કર્મચારીઓએ હાથકડી ખોલી બહાર કાઢતાં ધક્કો મારી નાશી ગયોઃ પ્ર. નગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૧: થોડા દિવસ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મર્ડરના ગુનાના એક કેદીએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે ઓપીડીના સેલરમાં ભુલથી ઘુસી જતાં પકડાઇ ગયો હતો. ત્યાં હવે બીજો એક કાચા કામનો કેદી કોર્ટ મુદ્દતમાંથી પરત જેલમાં લઇ જવાતી વેળાએ કોઠી કમ્પાઉન્ડ નજીક ઉલ્ટી કરવાનો ઢોંગ કરી બે પોલીસમેનને ધક્કો દઇ ભાગી જતાં દોડધામ મચી ગઇ છે. પીપળીયા હોલ પાસે રામેશ્વરમાં રહતાં આ શખ્સને શહેરના ડીસીબી પોલીસ સ્ટેશનમાં પાંચ મહિના પહેલા નોંધાયેલા જમીન કોૈભાંડના ગુનામાં પકડવામાં આવ્યો હતો અને જેલમાં કાચા કેદી તરીકે રખાયો હતો. જેમાં નામચીન અજય રાયધન બોરચીાએ જમીનનું બોગસ સાટાખત ઉભુ કરી જમીન માલિક પાસે બે કરોડની ખંડણી માંગી હતી. એ ગુનાં અજય સાથે જયદિપ પણ સામેલ હતો.

કેદી ભાગી જવાની આ ઘટનામાં હેડકવાર્ટરના પોલીસ કોન્સ્ટેબલ રોનકભાઇ રહિમભાઇની ફરિયાદ પરથી કાચા કામના કેદી જયદિપ સુરેશભાઇ સામે પ્ર.નગર પોલીસે આઇપીસી ૨૨૪ મુજબ પોલીસ જાપ્તાના કર્મચારીને ધક્કો દઇ ભાગી જવા સબબ ગુનો નોંધ્યો છે.

કોન્સ્ટેબલ રોનકભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું હેડકવાર્ટરમાં ફરજ બજાવું છું. ગુરૂવારે ૧૦/૧૦ના રોજ સવારે સાડા દસેક વાગ્યે મારી સાથેના એલ.આર. ઇન્દ્રજીતહિં અજીતસિંહ સાથે પોલીસ જાપ્તાની નોકરીમાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ગયા હતાં. જેલમાંથી રાજકોટ ડીસીબી પોલીસ મથકના આઇપીસી ૪૦૬, ૪૬૫ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનાના આરોપી સંજય કિશોરભાઇ ધોળકીયા તથા જયદિપ સુરેશભાઇ પરમાર જે બંને કાચા કામના હોઇ તેને રાજકોટ જેલમાંથી ચીફ કોર્ટમાં મુદ્દત માટે લઇ જવાના હોવાથી બંનેનો કબ્જો સંભાળ્યો હતો. આ બંને આરોપીને જેલમાંથી બહાર કાઢી અમારી પ્રાઇવેટ કારમાં બેસાડ્યા હતાં અને ચીફ કોર્ટ ખાતે લાવ્યા હતાં. કોર્ટમાં રજૂ કરવામાં  આવતાં મુદ્દત પડતાં બંને આરોપીઓને કોર્ટની બહાર હાથકડી પહેરાવી જેલમાં મુકવા જવા માટે ફરીથી કારમાં બેસાડ્યા હતાં.

અમારી કાર કોર્ટથી બહાર નીકળી જંકશન રોડ પર કોઠી કમ્પાઉન્ડ નજીક પહોંચી ત્યારે બે કેદી પૈકીના જયદિપ સુરેશભાઇને એકાએક ઉલ્ટી ઉબકા શરૂ થઇ જતાં તેણે ઉલ્ટી કરવી છે તેવું કહેતાં મેં કાર ઉભી રાખી હતી. જેથી મારી સાથેના કર્મચારી ઇન્દ્રસિંહે જયદિપને ઉલ્ટી કરાવવા માટે તેની હાથકડી ખોલી હતી અને કારમાંથી બહાર કાઢ્યો હતો. જયદિપને રોડ પર ઉભો રખાયો હતો અને હું પણ બીજા આરોપીને કારમાં રાખી કાર લોક કરી બહાર નીકળ્યો હતો. અમે બંને જયદિપને રોડ પર ઉભો રાખી ઉલ્ટી કરાવતાં હતાં ત્યારે અચાનક તે અમને ધક્કો મારી ભાગી ગયો હતો.

તે દોટ મુકી કોઠી કમ્પાઉન્ડની અંદર જતો રહ્યોહ તો. હું અને ઇન્દ્રજીતસ્િંહ તેને પકડવા માટે અમારી કારમાં બેસી કોઠી કમ્પાઉન્ડ અંદર ગયા હતાં. ત્યાં અંદર તમામ જગ્યાએ તપાસ કરી હતી. પરંતુ તે જોવા મળ્યો નહોતો. જેથી બીજા આરોપી સંજય ધોળકીયા કે જે અમારી સાથે હતો તેને જયદિપનું ઘર કયાં છે? તે અંગે પુછતાં તેણે પીપળીયા હોલ પાસે રામેશ્વર-૨ જુના પારડી રોડ પર તે રહેતો હોવાનું કહેતાં અમે તેના ઘરે કાર લઇને પહોંચ્યા હતાં.

પરંતુ જયદિપ તેના ઘરે હતો નહિ. તેના માતા અને બહેન હતાં. તેને જયદિપ બાબતે પુછતાં તેણે તે ઘરે આવ્યો ન હોવાનું કહ્યું હતું. એ પછી જયદિપની નિલકંઠ ટોકિઝ પાસે આવેલી મોબાઇલની દૂકાને ગયા હતાં ત્યાં પણ તે મળ્યો નહોતો. મોડે સુધી શોધખોળ કરવા છતાં તે ન મળતાં અંતે અમે પ્ર.નગર પોલીસ મથકમાં જાણ કરી હતી. અમે કોર્ટમાં બીજી મુદ્દત પડતાં બપોરે બે વાગ્યા આસપાસમાં બંને કાચા કેદીને કારમાં બેસાડી જેલમાં મુકવા જવા રવાના થયા હતાં. ત્યારે જયદિપ ઉલ્ટી કરવાનો ઢોંગ કરી અમને બે પોલીસ કર્મચારીને ધક્કો દઇ ભાગી ગયો હતો.

પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ બી.પી. વેગડા અને બાબુલાલ ખરાડીએ ગુનો નોંધી જયદિપની શોધખોળ હાથ ધરી છે.

(1:22 pm IST)