Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પતિનો ફોન પરવાનગી વિના ચેક કરતા પત્નીને થઇ ત્રણ મહિનાની જેલ

યુનાઇટેડ આરબ એમિરેટસમાં એક મહિલાને ત્રણ મહિનાની જેલની સજા થઇ હતી. તેનો ગુનો એ હતો કે તેણે પતિની પરવાનગી લીધા વિના અને ખાસ તો છુપાઇને તેનો ફોન ચેક કર્યો હતો. પતિએ પોતાની પત્ની વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી કે પોતે જયારે સૂતો હતો ત્યારે તેની પત્નીએ તેનો ફોન ચેક કર્યો હતો એટલું જ નહીં, ફોનનો તમામ ડેટા કોપી કરી લીધો હતો. એ ડેટામાં ચેટિંગ-હિસ્ટરી, ફોટોગ્રાફસ અને વડીયો બધું જ તેણે પોતાના ફોનમાં લઇ લીધું હતું. તેણે એવી પણ ફરીયાદ કરેલી કે પત્નીએ મારો પ્રાઇવેટ ડેટા તેના ભાઇ-બહેનો સાથે પણ શેર કર્યો હતો.

આ કેસમાં પત્નીએ બચાવ કરતા કહ્યું હતું કે મેં આ પહેલા તેને બીજી મહિલા સાથે ખાનગીમાં ચેટ કરતા પકડી પાડયો હોવાથી તે ફરીથી આવું કંઇક કરશે એવી તેને શંકા હતી. આ શંકાના સમાધાન માટે પતિએ જ તેને પોતાના ફોનનો પાસવર્ડ આપી રાખેલો. જોકે યુનાઇટેડ, તા.૧૧ :  આરબ એમિરેટ્સમાં પ્રાઇવસીના કાયદા બહુ જ સ્ટ્રિકટ છે. પરણેલા યુગલોને પણ એકબીજાની પરવાનગી વિના પરસ્પરના ફોન કે અન્ય પ્રાઇવેટ ચીજો જોવાની મનાઇ છે. આ જ કાયદાને આડમાં રાખીને પતિ તેની જ વાઇફને કોર્ટમાં ધસડી ગયેલો અને કોર્ટે પણ તેને ત્રણ મહિનાની જેલ કરી હતી. (૧ર)

(4:03 pm IST)