Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં વેસ્ટન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયનના મહેશ છાયાને નોમીનેશન

 રાજકોટઃ તા.૧૧, વેસ્ટન રેલ્વે એમ્પ્લોયઝના યુનિયનના મંડલ મંત્રીશ્રી નિખિલભાઇ જોશીની યાદી જણાવે છે કે ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશન (લંડન)ની સીંગાપુર ખાતે તા.૧૦ થી ૨૦ ઓકટોબર સુધી યોજાયેલ ૪૪મી આંતર રાષ્ટ્રીય કોન્ફરેંસમાં વેસ્ટન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયનના ઝોનલ વાઇસ પ્રેસીંડેન્ટ તથા ઓલ ઇન્ડિયા રેલ્વેમેન્સ ફેડરેશનના પ્રતિનિધિ તરીકે શ્રી મહેશભાઇ છાયાને નોમિનેટ કરવામાં આવેલ છે. તેઓ ૧૯૮૦ થી વેસ્ટર્ન રેલ્વેમાં એકાઉન્ટ ઓફિસમાં રાજકોટ ખાતે કાર્યરત છે. તેઓ વેસ્ટન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયનમાં ૩૮ વર્ષથી ડિવીઝનલ ચેરમેન તરીકે ૧૫ વર્ષથી અને ઝોનલ વાઇસ પ્રેસીડન્ટ તરીકે ૮ વર્ષથી સેવા આપી રહયા છે. અને ૩૮ વખત રકતદાન કરી ચૂકયા છે.

વેસ્ટન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયન- રાજકોટના નિખિલભાઇ જોશી, નરેશ ખટવાણી, ભાવેશ મહેતા, સતીષ ઓઝા, હિમાંશુ વછરાજાની, નંદુભા જામ, ઘનશ્યામસિંહ, અભિજીત શાહ, જીતેન્દ્ર સતાપરા,  ચંદ્રકાંત પાટડીયા, સુધાકરભાઇ, હિરેનભાઇ જોશી, ભરત અજમેરા, રાજેશ મહેતા, મહેશભાઇ, મયુરભાઇ, હિતેષભાઇ, કિરણ ઓઝા, મોહનભાઇ તેમજ મહિલા પાંખના પુષ્પાબેન દવે, ઉષાબેન પરમાર, ભૂમિતા વ્યાસ, રૂપલબેન ધોળકીયાએ શુભેચ્છા પાઠવી છે.

(3:56 pm IST)