Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

મોરબી રોડની ૪ર કરોડની જમીનનો પ્લાન રદ કરવા મ્યુનિ. સામે દાવો

રાજકોટ તા. ૧૧ :.. મોરબી રોડની ૪ર કરોડની જમીનનો પ્લાન રદ કરવા કોર્પોરેશન ઉપર દાવો કોર્ટમાં થયેલ છે.

આ કેસની વિગત એવી છે કે હાલના વાદી ઠાકરશીભાઇ પાંચાભાઇ લીંંબાસીયા રહે. ગાયત્રી સોસાયટી, શેરી નં. ૩, મોરબી રોડ, રાજકોટનાએ મોરબી રોડ ઉપર આવેલ રાજકોટ ના રે. સર્વે નં. પ૩/ર ની જમીન ઉપર રપ વર્ષ પહેલા બનેલી ન્યુ શકિત કો. ઓ. હા. સો. ના સભ્ય અને પ્લોટ હોલ્ડર છે.

આ કામના પ્રતિવાદીઓ રૂપાબેન સંજયભાઇ       ટોળીયા વિગેરેએ સર્વે નં. પ૩/ર ઉપર સુચિત સોસાયટી ઉભી હોવા છતાં મુળ માલીકો પાસેથી ખેતીની જમીનનો દસ્તાવેજ કરેલો. અને રાજકોટ મહાનગરપાલીકામાં આ જમીન ઉપર લે-આઉટ પ્લાન મેળવવા બાબતે અરજી કરેલી. જે અરજીમાં તમામ જમીન બાંધકામ વગરની છે. તમામ જમીન ખુલ્લી છે. તથા ન્યુ શકિત કો. ઓ. હા. સો. ઉભી હોવા છતાં ખોટા સોગંદનામાં રજૂ કરી પ્રતિવાદીઓએ પ્લાન મંજૂર કરાવેલ. અને મહાનગરપાલીકાએ કરી આપેલ.

આ જમીન ઉપર બાંધકામ હોવા છતાં તથા અન્ય લોકો વર્ષોથી રહેતા હોવા છતાં ખુલ્લી જગ્યા દર્શાવેલ છે આમ ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ તથા બી. પી. એમ. સી. એકટની જોગવાઇઓ વિરૂધ્ધ પ્લાન મંજૂર થયેલ હોય આ કામના વાદીએ લે-આઉટ પ્લાન રદ કરવા રાજકોટ મહાનગરપાલીકા સામે તથા રૂપાબેન સંજયભાઇ ટોળીયા વિગેરે સામે રાજકોટના સીનીયર સીવીલ જજની કોર્ટમાં દાવો દાખલ કરેલ છે. આ કામમાં વાદી તરફે રાજકોટના વકીલ શ્રી અતુલ સી. ફળદુ રોકાયેલ છે.

(3:55 pm IST)