Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ગોપી રાસોત્સવનો માતાજીની આરાધના સાથે ધમાકેદાર પ્રારંભ

રાજકોટ : માત્ર બહેનો માટેના જ શ્રેષ્ઠ મનાતા ગોપીરાસોત્સનો માતાજીની ભકિત અને આરાધના સાથે પ્રારંભ થયો છે. યાજ્ઞીક રોડ ઉપર ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવમાં ગરબે રમવા મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા લેડીઝ કલબના હોદ્દેદારોએ પ્રારંભમાં માતાજીની આરતી કરી હતી અને પછી ઢોલ ઉપર દાંડી પીટાતા જ બહેનો થિરકવા લાગી હતી.

આરાસોત્સવ નિહાળવા માટે પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતીનભાઈ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, ડો.પ્રફુલ્લભાઈ શાહ, કમલેશભાઈ મીરાણી, નાથાભાઈ કાલરિયા, ડો. વલ્લભભાઈ કથીરિયા, કાંતાબેન કથીરિયા, કિશોરભાઈ કોટક વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ૪૦ જેટલી વિજેતા બહેનોને ઈનામ અપાયા હતા.

આજે ગુરૂવારે બીજા નોરતે નલિનભાઈ વસા (ચેરમેન, રાજકોટ નાગરિક સહકારી બેંક),શ્રી ડો. વલ્લભભાઈ કથીરિયા (ચેરમેન, ગૌ સેવા આયોગ),  લાખાભાઈ સાગઠિયા (ધારાસભ્ય, રાજકોટ ગ્રામ્ય), શ્રી જીતુભાઈ બેનાણી (અમીધારા ડેવલપમેન્ટ પ્રા.લિ.), પુષ્કરભાઈ પટેલ (પૂર્વ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, મનપા), રમેશભાઈ જીવાણી (અગ્રણી ઉદ્યોગપતિ, રઘુવીર કોટન મીલ),  નાથાભાઈ કાલરિયા (સન ફોર્સ પ્રા.લિ., મેટોડા), જગદીશભાઈ ડોબરિયા (જે.પી. સ્ટ્રકચર્સ પ્રા.લિ.), ભાવેશભાઈ લીંબાસિયા (અગ્રણી ઉદ્યોગપતિ), અશ્વીનભાઈ આદ્રોજા (એન્જલ ગ્રુપ), જીતુભાઈ પી. પટેલ (ટર્બો બેરિંગ્સ પ્રા.લિ.), ચંદ્રકાંતભાઈ કોટેચા (લાઈફ સંસ્થા, ચેરમેન), જયસુખભાઈ ઘોડાસરા (JEE-HEET એગ્રોકુડસ પ્રા.લિ.), ડો. એમ.વી. વેકરિયા (પ્રમુખશ્રી, મેડિકલ પ્રેકટી. એસો., રાજકોટ),  એમ.જે. સોલંકી (ગર્વમેન્ટ કોન્ટ્રાકટર (સિવિલ હોસ્પિટલ)), ધીરૂભાઈ રોકડ (અગ્રણી ઉદ્યોગપતિ), રઘુનંદનભાઈ સેજપાલ (જય સિયારામ પૈડાવાલા), વિજયભાઈ કોટક (વી.જે. જવેલ), ગોપાલભાઈ માંકડિયા (પ્રવિણ પ્રકાશન), રામભાઈબરછા (અગ્રણી ઉદ્યોગપતિ), રામજીભાઈવેકરિયા (અગ્રણી ઉદ્યોગપતિ), હિતેશભાઈ દોશી (ધ્વની ટ્રાવેલ્સ), પ્રમોદભાઈ ગણાત્રા (કે.કે.વી. હોલ), મોહનભાઈ સોરઠિયા (ક્રિષ્ના ડેવલોપર્સ), ઈશાંતભાઈ કવ્વાણી (ફેટલાઈટ ફૂડ પ્રા.લિ.), દિલીપભાઈ સોમૈયા (અગ્રણી બિલ્ડર), મનસુખભાઈ રામાણી (ગોદરેજ કંપની), દિવ્યેનભાઈ રાયઠઠ્ઠા (પ્રાગટ્ય ઈન્ડસ્ટ્રીઝ),  સરવાનંદભાઈ સોમવાણી (આર.કે. ફાયનાન્સ એજન્સી), ઘનશ્યામભાઈ પરસાણા (ચિત્રા કન્સ્ટ્રકશન કાં.), જયેશભાઈ કોઠારી (અગ્રણી બિલ્ડર્સ), ધીરૂભાઈ શીંગાળા (વેસ્ટ એન્ડ ટાઈમ પ્રા.લિ. (શાપર-વેરાવળ)), ભાવેશભાઈ ખુંટ (રવા ઈન્ફાસ્ટ્રકચર ઈન કોર્પોરેશન) વગેરે ઉપસ્થિત રહેશે.

 જયારે તા.૧૨ને શુક્રવારના રોજ આ રાસોત્સવમાં સુરેશભાઈ નંદવાણા (ભવાની ઈન્ડસ્ટ્રીઝ), અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ ગ્રુપ), રમેશભાઈ ટીલાળા (શાપર વેરાવળ એસો.-પ્રમુખ), રાકેશભાઈ પોપટ (આર.ડી. એજયુકેશન ટ્રસ્ટ),  ડી.કે. સખિયા (માર્કેટિંગ યાર્ડ-ચેરમેન),  શ્યામભાઈ શાહ (રાજમોતી ઓઈલ મિલ), ડો. હેમાંગભાઈ વસાવડા (મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ), નરેન્દ્રસિંહ ઠાકુર (શિક્ષણ સમિતિ ચેરમેન, મનપા),  હરકાન્તભાઈ કિયાડા (અગ્રણી ઉદ્યોગપતિ), કમલભાઈ ધામી (રાજ બેંક), જશવંતસિંહ ભટ્ટી (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી), સમીરભાઈ શાહ (પૂર્વ પ્રમુખ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ), ઉમેશભાઈ રાજયગુરૂ (યુવા આગેવાન), હિતેન્દ્રસિંહ જાડેજા (ચેરમેન, ફનવર્લ્ડ પાર્ક), પરસોતમભાઈ કમાણી (અગ્રણી ઉદ્યોગપતિ), છગનભાઈ ગઢીયા (અગ્રણી ઉદ્યોગપતિ), પ્રેમચંદ અગ્રવાલ (અગ્રણી ઉદ્યોગપતિ),  રવિભાઈ ભટ્ટ (ટ્રસ્ટી, પ્રિન્સેસ સ્કૂલ),  હરસિંગભાઈ સુથરિયા (સડી હોમ એપ્લાયન્સીઝ),  જગદીશભાઈ કોટડિયા (ફાલ્ગન ગ્રુપ, રાજકોટ), હરેશભાઈ લાખાણી (અગ્રણી ઉદ્યોગપતિ), ગિરધરભાઈ દોંગા (બાથ ટચ પ્રા.લિ., મેટોડા), નલિનભાઈ ઝવેરી (યોગીધામ સંકુલ),  હિમાંશુભાઈ નંદવાણા (ભવાની ઈન્ડસ્ટ્રીઝ), હેતલભાઈ રાજયગુરુ (એચ.પી. રાજયગુરૂ કાં.), રાજેશભાઈ કાલરિયા (સનફોર્ઝ પ્રા.લિ., મેટોડા),  રાજેન્દ્રભાઈ મહેતા (બાલકશેર કન્સલ્ટસી), રાજુભાઈ ગોસ્વામી (બિલ્ડર),  ભીખુભાઈ વિરાણી (બાલાજી વેફર્સ), કમલકુમાર જૈન (અગ્રણી ઉદ્યોગપતિ), શૈલેષભાઈ ખુંટ (અગ્રણી ઉદ્યોગપતિ),  કપીલભાઈ વાંઝા (અગ્રણી બિલ્ડર્સ),  દિલીપસિંહ રાણા (ખીરસરા પેલેસ) સહિતના  ઉપસ્થિત રહેશે.

આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે રેશ્માબેન સોલંકી, નિલુબેન મહેતા, માયાબેન પટેલ સેવા આપી રહ્યા છે.

નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડિયા, સ્મીતભાઈ પટેલ, જયસુખભાઈ ડાભી, કૌશિકભાઈ વ્યાસ, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રાજભા ગોહિલ વિગેરેની ટીમ કામે લાગી ગઈ છે. આ ઉપરાંત સરગમ લેડીઝ કલબનાં ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, મધુરિકાબેન જાડેજા, મીતાબેન વ્યાસ, રીનાબેન મહેતા, હર્ષાબેન કશ્રેચા, નીતાબેન ઓઝા સહિતના હોદ્દેદારો તેમજ ૧૦૦થી વધુ કમિટિ મેમ્બર પણ કાર્યક્રમની સફળતા માટે કામે લાગી ગયા છે.

(3:53 pm IST)
  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • ૩૧મીએ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણઃ ૧૮૨ મીટર પ્રતિમાના ઢંકાઈ તેમ ન હોવાથી એક પ્રતિકૃતિનું લોકાર્પણ કરશેઃ જાહેરસભા સંબોધશે access_time 5:08 pm IST

  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST