Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

રઘુવંશી બીટ્સમાં પ્રથમ નોરતે જ હૈયુ દળાઈ તેટલી માનવ મેદની

સાધુ વાસવાણી રોડ ઉપરના મેદાનમાં ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી : ઓ રે છોગાળા તારા... સહિતના ગીતો ઉપર ખેલૈયાઓ ખીલ્યા : યુવાશ્રેષ્ઠી હરેશભાઈ લાખાણીને શ્રદ્ધાંજલી અર્પણ

રાજકોટ : નવરાત્રી મહોત્સવ દરમ્યાન પરીવારોને સુરક્ષાની સૌથી વધુ ચિંતા થતી હોય છે. અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવની ટીમ દ્વારા આ વર્ષે પણ સુરક્ષા માટે બાઉન્સર તેમજ સિકયુરીટી વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત અવનવી રોશનીથી રાત્રીના દિવસ જેવું વાતાવરણ કરી દેવામાં આવ્યું. સમગ્ર ગ્રાઉન્ડને મીલ્ટ્રી બાઉન્સર તથા સીસીટીવી કેમેરા થી સંપૂર્ણ સજ્જ ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે.

રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ માં પ્રથમ નોરતે માનવંતા મહેમાનોમાં અકિલા પરીવારે ખાસ ઉપસ્થિત રહી હાજરી આપી હતી તથા જીતુભાઈ મજેઠીયા, મીનાબેન મજેઠીયા, ભરતભાઈ બુધ્ધદેવ, કુંદનબેન બુધ્ધદેવ, ડો.નીરજ ખંધેડીયા, ડો. સમીર કતીરીયા, હિતેશભાઈ કોટેચા, જલ્પાબેન કોટેચા, રસીકભાઈ ચોટાઈ ખાસ ઉપસ્થિત રહી ખેલૈયાઓને પ્રોત્સાહીત કર્યા હતા. પ્રથમ નોરતે ગ્રુપ-એ માં પ્રિન્સ તરીકે બલદેવ સાહીલ, ખીમાણી નીલ, નથવાણી કવન તથા પ્રિન્સેસ તરીકે સવજીયાણી યશ્વી, ચંદારાણા મૌલી, બલદેવ રીતીકા વિજેતા બન્યા હતાં. તથા વેલડ્રેસ તરીકે પ્રિન્સ કોટક નિખીલ, ઠકકર ચીરાગ તથા પ્રિન્સેસમાં ઠકકર જીલમીલ, કટારીયા વિશ્વા તથા ગ્રુપ -બી માં પ્રિન્સ તરીકે ચિંતન રાયઠઠ્ઠા, હાર્ર્દિક સેજપાલ, ધ્રુવ કુંડલીયા તથા પ્રિન્સેસ તરીકે વીર ઠકકર, ઠકકર આરતી, ઠકકર પ્રિયાંશી વિજેતા બન્યા છે તથા વેલડ્રેસમાં મિત કારીયા, દિપ ખખ્ખર, રૂત્વા સેજપાલ, ખખ્ખર અદિતી તથા સી-ગ્રુપમાં પ્રિન્સ તરીકે ઈન્દુબેન ગણાત્રા, માનસીબેન ખાખર, નિલેશભાઈ ગણાત્રા વિજેતા બન્યાં હતાં. તથા વેલ કિડસ, વયજુથના ઉત્કૃષ્ટ રમતા ખેલૈયાઓને ઇનામ, વેલ આરતી, ટેટુ, ચાંદલો, ગરબા સુશોભન, દાંડીયા શણગાર, શાફી સ્પધો, સાડી સ્પર્ધા વગેરે ૨૭ પ્રકારના ઈનામો, અંતીમ દિવસે ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઈનલ તથા ગેઝેબો તથા સેલ્ફી ઝોન આકર્ષણનું કેન્દ્ર બન્યા.

દુહા- છંદ ની રમઝટ જામી ગ્રાઉન્ડ માં હજારો પૈલૈયાઓ રમી શકે તેવી વ્યવસ્થા પાર્કીંગ વ્યવસ્થા ૩૦૦ થી વધુ કાર્યકરોએ દેખરેખ રાખી. જે.બી.એલ.ની ૧ લાખ ની સાઉન્ડ સીસ્ટમ ના સથવારે રધુવંશી ખેલૈયાઓ મનભરીને ઝુમ્યા. માલવભાઈ વસાણીના નેતૃત્વમાં ખ્યાતનામ ઓરકે હરીઓમ પંચોલી ઝમવા મજબુર સીંગર ટીમ જીગનેશ સોની, શ્યામ મહેતા, ભમી મહેતા, એન્કર તરીકે હર્ષલ માંકડ (હયાન) રહેશે તથા સૌરાષ્ટ્રના ખ્યાતનામ ઓરકેસ્ટ્રા ટીમના હરીઓમ પંચોલી (રીધમ એરેન્જ૨), વિધેય સાગઠીયા ((ફોરપીસ પ્લેયર), શીવમ ભટ્ટ (ફોરપીસ પ્લેયર), હર્ષ મંડોરા (બાસ પ્લેયર), ગુંજન પંડયા (ઓકટોપેડ પ્લેયર), કપીલ ટીમાણીયા (ઢોલ પ્લેયર), દર્શન ખાંદલ (કી-બોર્ડ પ્લેયર)પર પોતાની આગવી શૈલીમાં ખેલૈયાઓને ગરબે દ્યુમવા મજબુર કર્યા તથા ભવાની સીકયુરીટી અભીમન્યસિંહ ગ્રાઉન્ડ પર સીકયુરીટી પુરી પાડી હતી.

સમગ્ર આયોજનને સફળ બનાવવા રઘુકુળ યુવા ગ્રુપના મિતેશ રૂપારેલીયાના નેતૃત્વમાં કાર્યકરોની ટીમના પારસ કુંડલીયા, અલ્પેશ કોટક, કિશન પોપટ, સાગર કકકડ, માલવ વસાણી, નિશાદ સુચક, ભદ્દેશ વડેરા, ઉમેશ કોટેચા, ધવલ પોપટ, રઘુરાજ રૂપારેલીયા, કારીયા, દર્શન જીવરાજાની, સંદીપ ગંદા, જૈવીન વિઠ્ઠલાણી, ગોપાલ બાટવીયા, વાસુદેવ સોમૈયા, રાજુભાઇ નાગરેચા, અમીત કોટક, પ્રકાશભાઈ ગઢીયા (રઘુવંશી વડાપાંઉ), નિરવ રૂપારેલીયા, આશીષ પુજારા, કલ્પીત ખંધેડીયા, દેવેન્દ્ર સોમૈયા, જય દેવાણી, ધર્મેન્દ્ર લખન કોટક, ભાવેશ કાનાબાર, દર્શન રાજા, મિત સેજપાલ, સંદીપ ગોવાણી, પ્રશાંત પુજારા, જય ઘેલાણી, હિનેર અનડકટ, જેકી કકકડ, અક્ષીત ઉનડકટ, હર્ષ કારીયા, કમલેશ સોમમાણેક, હર્ષ કારીયા, વિશાલ અનડકટ, કેવલ કાનાબાર, મિતેશ અનડકટ, દિપેન તના, મનીષ જીવરાજાની, હિતેશ મગેચા, મિહીર ધનેશા વિગેરે જહેમત ઉઠાવી છે. પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયું છે.

વિશેષ વિગતો માટે મો. ૯૩૨૭૭૦૬૭૦૭, મો. ૮૦૦૦૩૮૩૧ ૬૭, મોઃ ૭૮૭૮૧૨૭૯૭૯, મો. ૯૦૬૭૪૯૩૪૫૬ પર સંપર્ક કરવા જણાવાયું છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:53 pm IST)
  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST

  • ૩૧મીએ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણઃ ૧૮૨ મીટર પ્રતિમાના ઢંકાઈ તેમ ન હોવાથી એક પ્રતિકૃતિનું લોકાર્પણ કરશેઃ જાહેરસભા સંબોધશે access_time 5:08 pm IST

  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST