Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ચેકરિટર્ન કેસમાં આરોપીને થયેલ સજામાં વધારો કરવાની અપીલ નામંજુર

રાજકોટ તા.૧૧: ચેક પરત ફરવાના ગુન્હામા આરોપીની સજામા વધારો કરી આપવાની ફરીયાદી દ્વારા થયેલ અપીલ અદાલતે રદ કરી હતી.

અમરેલી જિલ્લાની વાવડી ગામે રહેતા રસીકભાઇ કરમશીભાઇ રાદડીયાને જસદણ તાલુકાના આટકોટ ગામે રહેતા પ્રભાબેન હરીજીભાઇ વધાસીયાએ ૨,૫૧૦૦૦ બે લાખ એકાવન હજારનો ચેક આપેલ જે ચેક ફરીયાદી રસીકભાઇએ બેંકમા વટાવવા માટે નાખતા ચેક બેંકમાંથી કલીયર થયા વગર પરત ફરતા ફરીયાદી રસીકભાઇએ આરોપી પ્રભાબેન વિરૂધ્ધ જસદણની અદાલતમાં ચેક પરત થવાની ફરીયાદ દાખલ કરેલ જે કેસ ચાલી જતાં જસદણની અદાલતે આરોપી પ્રભાબેનને ૩ માસની સાદી કેદની સજા અને દંડનો હુકમ કરેલ હતો.

આ સજાને હુકમ થતાં આરોપીને સજા ખુબ ઓછી કરવાના આવેલ હોઇ તેવી લાગણી ફરીયાદી અનુભવતા હોઇ તેણે રાજકોટની સેસન્સ અદાલતમા આરોપી પ્રભાબેનને થયેલ સજામા વધાબારો કરવા માટેની ફોજદારી અપીલ દાખલ કરેલ હતી.

આ અપીલ દલીલ ઉપર આવતા અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળેલ જેમા શ્રી અંતાણી એ અદાલતમા હાજર થઇ જસદણની અદાલતે સજા કરવામા કોઇ કાયદાકીય ભુલ કરેલ નથી તેવી લાંબી દલીલ રજુ કરેલ હતી.

જેની સાથે સહમત થઇ રાજકોટની સેસન્સ અદાલતે મુળ ફરીયાદી રસીકભાઇની અપીલ રદ કરેલ હતી અને જસદણની અદાલતે ફરમાવેલ હુકમ કાયમ રાખેલ હતો.

આ કેસમા પ્રભાબેન હરજીભાઇ વતી એ.ડી.આર.લીગલના સરકારના પેનલ એડવોકેટ શ્રી સંદીપ કે.અંતાણી વકીલ તરીકે રોકાયેલ હતો.(૩.૪૮)

 

(3:52 pm IST)