Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

સહિયર કલબના જાજરમાન રાસોત્સવનો મંગલ પ્રારંભ

રાજકોટ : શકિતની ભકિતનો તહેવાર આશો નવરાત્રીનો મંગલ પ્રારંભ થયો છે. રાજકોટના અર્વાચીન રાસોત્સવમાં મોખરાનું સ્થાન ધરાવતું સહિયર કલબ ધમાકેદાર પ્રારંભ કરી ચુકયું છે.

સહિયર કલબના પટાંગણમાં માતાજીના મંદિરે વિધીવત રીતે માતાજીના મંદિરે  માંની સ્થાપના કરી બ્રાહ્મણોના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે સહિયરના પ્રથમ રાસોત્સવમાં ભાજપના પ્રદેશ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ તથા શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ, મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શ્રીમતી કેશાબેન ભંડેરીના હસ્તે રીબીન કાપી સહિયર કલબના રાસોત્સવને ઉદ્દઘાટીત કરાયો હતો.

પ્રથમ નોરતે પ્રેસિડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા, ક્રિષ્નપાલસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, જયદીપ રેણુકા, ધૈર્ય પાંડેય, તેમજ તમામ આયોજકો હાજર રહેલ.

પ્રથમ નોરતાની શરૂઆત સંગીત ગ્રુપ જીલ એન્ટરટેન્મેન્ટ સાથે તેજસ શિશાંગીયાા તથા ચાર્મી રાઠોડે આદ્યશકિત માંની આરતી ગાઇ હતી ત્યારબાદ પ્રથમ દોરની ધુરા સંભાળતા લોકલાડીલા ગાયક રાહુલ મહેતાએ ખેલૈયાઓને ડોલાવ્યા હતા. બીજા દોરમાં જમાવટ કરતા સાજી દરબાર એ ભેંરવીથી શરૂઆત કરી ખેલૈયાઓને રાસે રમવા મજબુર કર્યા હતા. કોઇપણ વિરામ વગર ખોડીદાસ વાઘેેલાની રીધમ ટીમે, કીબોર્ડ પ્લેયર દિપક વાઢેર, ઓર્ગન, ઢોલના સથવારે ટીટોડાનો પ્રારંભ કરતા રાહુલ મહેતાના સુરના સથવારે આયોજકો પણ રાસે રમ્યા હતા. ૧૧ ઓકટોબર મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનના જન્મદિવસે સહિયર કલબે તેજસ શિશાંગીયાના બચ્ચન સ્પેશિયલ ગીતો દ્વારા બચ્ચનબાબુને હેપી બર્થ ડે કહયું ત્યારબાદ માતૃવંદના કરી વંદેમાતરમ ગીતથી રાસોત્સવને ગમતીલો વિરામ અપાયો. હતો. પ્રથમ નોરતે વિજેતા પુરૂષ :(૧) અજય પરમાર, (ર) જયદિપ પરમાર, (૩) પ્રેમ જાદવ, (૪) હિરેન ડોડીયા, સ્ત્રીઃ (૧) ક્રિષ્ના કાચા, (ર) ક્રિના ભલસોડ, (૩) વિશ્વા સવસાણી, (૪) અંકુરબા ઝાલા, વેલડ્રેસ પુરૂષઃ સાગર સાવલીયા, સ્ત્રીઃ ચાર્મી પ્રજાપતિ-ઉર્વશી ભાટ્ટી, જુનિયર કીડઝ વિજેતા (૧) હર્ષ કેરડીયા, (ર) સાગર સૈયદ, (૧) માહી સાવલીયા, (ર) ઇશા સતપરીયા, વેલડ્રેસ : વિષ્નુ દતાણી, ધેયા રાણીપરા વિજેતા જાહેર થયા હતા.વિજેતાઓને સહિયર કલબના મહેમાનો સર્વશ્રી પંકજભાઇ ફીચડીયા (સોની હરીલાલ જવેલર્સ) જયદીપભાઇ રેણુકા (ગ્લોબલ) દિવ્યરાજસિંહ જાડેજા, જગદીશભાઇ દેસાઇ, એડવોકેટ દિલીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઇ ધાખડા, મહેશભાઇ ધામેચા, મેઘરાજસિંહ જાડેજા, પુનિત ભાઇ, દિવ્યરાજ સિંહજાડેજા દિવ્યેશ વાઘેલા, ભરતભાઇ વ્યાસ, રવિ ખેરપા, જતિન બગડાઇ તથા નિલેશભાઇ વાળાના હસ્તે ઇનામો અપાયા હતા.(૧.૨૧)

(3:52 pm IST)
  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST

  • જામખંભાળિયામાં મારામારીના કેસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ -ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિને એક-એક વર્ષની સજા ફટકારતી અદાલત ;છ વર્ષ જુના કેસમાં ભાજપના આગેવાનને સજા ફટકારતા ખળભળાટ access_time 11:16 pm IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST