Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

કલબ યુવીમાં પ્રથમ નોરતે રંગબેરંગી ડ્રેસમાં મન મૂકીને ઝૂમતા ખેલૈયાઓ

સિદસર મંદિરના પ્રમુખ ડો.ડાયાભાઈ પટેલના હસ્તે માતાજીની આરતી દ્વારા નવરાત્રીનો પ્રારંભ : તારક મહેતા...ના સોઢીએ ખેલૈયાઓમાં જુસ્સો ચડાવ્યો

રાજકોટ તાઃ ૧૧ : શકિત ભકિત અને આરાધનાનું પર્વ એવા નવરાત્રી મહોત્સવને વધાવવા સાંસ્કૃતીક કલબ યુવી દ્રારા નોખું અનોખું અને સવિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. રાજકોટના અંબીકા ટાઉનશીપમાં યુવી દ્રારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે પ્રથમ નોરતે સિદસર મંદિરના પ્રમુખ ડો.ડાયાભાઈ પટેલ ના હસ્તે માતાજીની આરતી દ્રારા નવરાત્રી મહોતસવનો ધમાકેદાર પ્રારંભ થયો હતો. કલબ યુવીમાં પ્રથમ નોરતે રંગબેરંગી કપડામાં ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા હતા. કલબ યુવીના પ્રથમ નોરતે પાટીદાર મહનુભાવો કલબ યુવીના ટ્રસ્ટી કાંતીભાઈ ધેટીયા, શ્યામલ -શિ૯પન ગુ્રપ, હરીદ્રાર ગુ્રપ, સુર્વણભૂમી પ્રોજેકટ ગુ્રપ, વ૯લભભાઈ વડાલીયા, રાજન વડાલીયા, વડાલીયા ગુ્રપ, હાઈબ્રોન્ડ ગુ્રપ, શિવાલાલભાઈ આદ્રોજા, અશ્વિનભાઈ આદ્રોજા એન્જલ ગુ્રપ, કિશોરભાઈ ખાંટ, બટરફલાય કિચનવેર, અરવિંદભાઈ બુટાણી, પપ્પુભાઈ મહેતા, દિનેશભાઈ ચાપાણી, સ્ટલીંગ પંપ ગુ્રપ, એકટીવ પંપ ગુ્રપ, માનવભાઈ કણસારા, ડો. હેમલ કણસાગરા, ગ્રીનલેમ લેમીનેટ ગુ્રપ, સ્વસ્તીક લેસર ગુ્રપ, શિ૯પ સિરામીક ગુ્રપ, એ માતાજીની આરતીનો ૯હાવો લીધો હતો.

પ્રથમ નોરતે તારક મહેતા કા ઉ૯ટા ચશ્મા ફેમ કલાકાર રોશનસિંહ સોઢી ગુરૂચરણસિંહે પોતાની આગવા અંદાજથી ખૈલેયાઓ દર્શકોનું મનોરંજન કર્યુ હતુ.  મ્યુનીસીપલ કમિશ્નર બંછાનીધી પાની અતીથી વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા. કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં નવરાત્રીના પ્રારંભે ટ્રેડીશ્નલ ડ્રેસમાં સજજ ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા હતા. કલબ યુવીમાં દરરોજ કેટેગરી વાઈસ વિજેતા ખેલૈયાઓને ઈનામ આપવામાં આવે છે. જેમાં પ્રથમ નોરતે ચિ૯ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ સુરેજા હેલી, વાછાણી યશ્વી, ચિ૯ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે ભુત મીત, મણવર મીતાંશુ, ચિ૯ડ્રન પ્રિન્સેસ તરીકે પંડયા રૂતુ, કાલરીયા ક્રિષ્ના, ચિ૯ડ્રન પ્રિન્સ તરીકે ડેડકીયા ક્રિસ, કાલરીયા રાજ, વેલડ્રેસ પ્રિન્સેસ તરીકે ધમસાણીયા ક્રિષ્ના, જાવીયા આસ્થા, ચનીયારા શ્રઘ્ધા, વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે શોભાણા બંટી, રાજ, મારણીયા માન, પ્રિન્સેસ તરીકે ચાંગેલા ધારા, ત્રાંબડીયા નીધી, હીંગરાજીયા ધુ્રતી, પ્રિન્સ તરીકે સારાનીયા યાજ્ઞીક, અધેરા ભવ્ય, કણસારા સુદીપ વિજેતા બન્યા હતા.

કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં કાંતીભાઈ ધેટીયા, જીવનભાઈ વડાલીયા, રાજુભાઈ કાલરીયા, ચિંતનભાઈ સીતાપરા, ભૌતીકભાઈ માકડીયા, દીપકભાઈ મોરી, અનીલભાઈ ભોરણીયા, સંદીપભાઈ હાંસલીયા, હર્શીલભાઈ ખાચર, કીર્તીભાઈ વાછાણી, અરવીંદભાઈ પાણ, ભરતભાઈ ડઢાણીયા, સંજયભાઈ માકડીયા, મુકેશભાઈ રાંકજા, સમીરભાઈ કાલરીયા, અમીતભાઈ ત્રાંબડીયા વગેરેએ ઈનોમો આપી પ્રોત્સાહીત કર્યા હતા.  કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં જજ તરીકે ચાર્મીબેન બદાણી, પાર્થ રાવલ, ભકિતબેન, હિરલબેન, કાલીબેન વ્યાસ, નીપાબેન દાવડા, ક૯પકભાઈ રૂપાણી, મિલનભાઈ ત્રીવેદી, રીદેશભાઈ નંદા સેવા આપી રહયા છે.(૩૭.૧૭)

(3:49 pm IST)
  • જમ્મુ-કાશ્મીર : કુપવારામાં માર્યો ગયો ત્રાસવાદી મન્નાન વાની : AMUમાં કર્યો'તો અભ્યાસ : હિઝબુલનો કમાન્ડ હતો : આજે કુલ બે ત્રાસવાદી ઠાર : શસ્ત્રો મળ્યા access_time 11:43 am IST

  • વાવાઝોડું તીતલી વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ સાથે ઓરિસ્સા પહોંચશે:રસ્તામાં આવતા કાંઠાના ૫ જિલ્લાના વિસ્તારો ખાલી કરાવવા આદેશ:ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ૮૩૬ શિબિરો તૈયાર:એન્ડીઆરાએફની ૧૦ સહિત ૧૮ બચાવ રાહત ટૂકડીઓ ખડેપગે access_time 12:42 am IST

  • જૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST