Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

મંદિરના બારણા ઉઘાડો મારી માં.... ગગન કેરે ગોખ આવી નોરતાની રાત....

રાજકોટ : આસોની અજવાળી રાતનો મંગલારંભ થયો છે. જગત જનની આદ્યશકિતની આરાધનામાં માઈ ભકતો રસ તરબોળ થયા છે. વ્રત, તપ, જપ, અનુષ્ઠાન કરીને પૂણ્યનું ભાથુ બાંધી રહ્યા છે. તો નાની બાળાઓ શેરીના ચોકને ચાચર ચોક બનાવી દુહા - છંદ, સ્તુતિ, લોકગીત અને ગરબાના સંગાથે રાસની રમઝટ બોલાવી અને માતાજીની શ્રદ્ધાના સથવારે મામ્પાહી ઁ ભગવતી ભવ દુઃખ કાપો...નું ગાન કરી નવરાત્રી મહાપર્વની શ્રદ્ધાભકિતથી ઉજવણી કરે છે. શ્રી અંબિકા ટ્રસ્ટ ગરબી મંડળ, કરણપરા, રાજકોટ શહેરની પ્રથમ હરોળની પ્રાચીન ગરબીમાં જેનું નામ પ્રસિદ્ધ થાય છે તે અંબિકા ટ્રસ્ટ કરણપરા ચોક છેલ્લા ૩૬ વર્ષથી નવરાત્રી પર્વની ભાવભીની ઉજવણી કરે છે. શ્રી અંબિકા ટ્રસ્ટની ગરબી મંડળની બાળાઓનો માડી તારા અઘોર નગારા વાગે, મોગલ માનો બેડા રાસ, રામ રોટી, સાથીયો રાસ, ટીપ્પણી રાસ, કૃષ્ણલીલા રાસ, બાદશાહ રાસ, ૨૫૧ દીવડાનો રાસ, મોર બની થનગાટ કરે વગેરે રાસ સમગ્ર રાજકોટ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. શ્રી અંબિકા ટ્રસ્ટ કરણપરા ગરબી મંડળની ૩૫ બાળાઓ રાસની રમઝટ બોલાવે છે. શ્રી અંબિકા ટ્રસ્ટમાં ગાયક તરીકે અજયભાઈ આહિર, તુલસીબેન, પૂનમબેન ગોંડલીયા, ઢોલકમાં યશભાઈ ભટ્ટ, બેન્જોવાદકમાં ભીખાભાઈ માંડલીયા, મંજીરામાં પંકજભાઈ ડોબરીયા સેવા આપે છે. ગરબી મંડળના યાદગાર આયોજનને દિપાવવા શ્રી અંબિકા ટ્રસ્ટ ગરબી મંડળના પ્રમુખ કિરીટભાઈ પાંધીના નેતૃત્વમાં નીતિનભાઈ પાંધી, જીતુભાઈ ગોહેલ, રાજુભાઈ પરમાર, મનીષભાઈ રાજાણી, લાલભાઈ કાનાણી, પીનલભાઈ કાનાણી, દિપકભાઈ ગોહેલ, વિનુભાઈ લુમ્બાણી, હસુભાઈ વાઢેર, મનોજભાઈ મહાજન, યોગેશભાઈ પટેલ, સંદિપભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, માવજીભાઈ પટેલ, નિલેશભાઈ છનીયારા, મીતેષભાઈ છનીયારા, કિશનભાઈ પાંધી, સુનિલભાઈ ખારેચા, ધવલભાઈ અજમેરીયા, દિલીપભાઈ રાઠોડ, રીશીત પૂજારા, ક્રિપાલસિંહ સોલંકી, હિરેનભાઈ પાંધી, હરેશભાઈ પૂજારા, પ્રદિપભાઈ રાણપરા, શૈલેષભાઈ માંડલીયા, કાળુભાઈ ઓડ, કલ્પેશભાઈ તન્ના, રાજભાઈ લાખાણી, નીશીથભાઈ ગણાત્રા, કેવીનભાઈ પ્રજાપતિ સહિતના ૧૦૮ કાર્યકર્તાઓ સેવા બજાવે છે.  પ્રસ્તુત તસ્વીરમાં કરણપરા ગરબી મંડળની ગરબે ઘૂમતી બાળાઓ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:49 pm IST)
  • ૩૧મીએ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણઃ ૧૮૨ મીટર પ્રતિમાના ઢંકાઈ તેમ ન હોવાથી એક પ્રતિકૃતિનું લોકાર્પણ કરશેઃ જાહેરસભા સંબોધશે access_time 5:08 pm IST

  • વાવાઝોડું તીતલી વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ સાથે ઓરિસ્સા પહોંચશે:રસ્તામાં આવતા કાંઠાના ૫ જિલ્લાના વિસ્તારો ખાલી કરાવવા આદેશ:ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ૮૩૬ શિબિરો તૈયાર:એન્ડીઆરાએફની ૧૦ સહિત ૧૮ બચાવ રાહત ટૂકડીઓ ખડેપગે access_time 12:42 am IST

  • સબરીમાલા માફક સુન્ની મસ્જિદોમાં પ્રવેશની મંજૂરી માટે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવશે કેરળની મુસ્લિમ મહિલાઓ :ઝુહરાએ કહ્યું 'હું સમાનતા માટે આમ કરી રહી છું :સુન્ની મસ્જિદોની અંદર મહિલાઓને જવાની અનુમતિ અપાતી નથી:કેરળ સ્થિત મુસ્લિમ મહિલા સંગઠન હવે સુન્ની મસ્જિદોમાં પ્રવેશ માટે સર્વોચ્ચ અદાલત પહોંચશે access_time 12:43 am IST