Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પડધરીના ખાખડાબેલાના ખુન કેસના આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ, તા., ૧૧: ક્ષત્રીય સમાજમાં ચકચાર જગાવનાર ખાખડાબેલા ગામના અજીતસિંહ જાડેજાની પ્લાનીંગ સાથે કરેલ હત્યાના ગુનામાં આરોપીના જામીન સેસન્સ કોર્ટે નામંજુર કરેલ છે.

બનાવની ટુંક હકીકત મુજબ તા.૧૩-૭-૧૮ના રોજ આરોપી જગદીશસિંહે મરણજનાર અજીતસિંહે પોતાની વાડીએ ફોન કરીને બોલાવેલ અને જમીન વેચવા બાબતની તકરાર હોવાના કારણે મરનાર અજીતસિંહ પોતાની દિકરી સાથે ફોનમાં વાત કરતા હતા ત્યારે લોખંડના અંગતથી માથાના ભાગે પાછળથી વાર કરેલ અને અજીતસિંહ બેભાન અવસ્થામાં આવી જતા છરીના આડેધડ ૧૪ ઘા મારી મરનારના શરીર ઉપર ઇજા કરેલ અને બાદમાં ત્યાંથી નાસી જઇ ડેમમાં છરી ફેંકી દીધેલી. જે પોલીસે તરવૈયાઓને ડેમમાં ઉતારી ૧ કલાક પછી છરી શોધી શકાયેલ. તેમ કપડા પણ લોહીવાળા લાલપુર ખડબા રોડ પર અવાવરૂ જગ્યા પર ફેંકી દઇ પુરાવાનો નાશ કરવાની  કોશીષ કરેલ . આ બનાવ અંગે ચંદ્રસિંહ અજીતસિંહ જાડેજાએ ફરીયાદ કરી હતી.

તપાસ દરમ્યાન ખંઢેરી સ્ટેડીયમ પાસેથી બાતમીના આધારે એલસીબી પોલીસે ૪ દિવસ પછી આરોપીની ધરપકડ કરેલ અને તેના મોબાઇલ અને મરનારના મોબાઇલની કોલ ડીટેઇલ કઢાયેલ અને તે બનાવના અગાવ બંન્નેની વાતચીત થયેલ હોવાનો મજબુત પુરાવો તપાસ દરમ્યાન ખુલેલ. જે માની અદાલતે આરોપીના જામીન અરજી નામંજુર કરેલ હતી. આ કામમાં સરકાર પક્ષે એપીપી બિનલબેન રવેશીયા તથા મુળ ફરીયાદી વતી એડવોકેટ રૂપરાજસિંહ પરમાર, અર્જુનભાઇ પરમાર, કુલદીપ જાડેજા, શિવરાજસિંહ ઝાલા, અલનીયાબેન દ્વારા રોકાયા હતા.(૪.૧૨)

(3:48 pm IST)