Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

મૌન ભાષામાં માં જગદંબાની આરાધના કરતા વિરાણી બહેરા -મૂંગા શાળાના દિવ્યાંગ બાળકો

રાજકોટઃ શહેરની જાણીતી સંસ્થા વિરાણી બહેરા મૂંગા શાળાના પટાંગણ ખાતે પાવન નવરાત્રીના વધામણાં રૂપે સંસ્થાના ૨૬૫ દિવ્યાંગ (મૂક બધિર) બાળકો તથા ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દંપતિઓ તથા તેમના બાળકો એમ કુલ ૫૦૦ થી ૫૫૦ બાળકોને મા જગદંબાની આરાધના ખૂબ જ ઉત્સાહથી ભાવપૂર્વક કરી હતી. સંસ્થાના દાતાઓશ્રી જયેશભાઈ શાહ, અજીતભાઈ, કલ્યાણ મિત્ર મંડળ, હર્ષદભાઈ સેજપાલ- સેજપાલ સોપ ફેકટરી, સંસ્થાના પ્રમુખ રજનીભાઈ ગાંડાલાલ બાવીશી, મહેન્દ્ર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ, ઉત્સવભાઈ, અમિતભાઈ ભટ્ટી, જયોતીબેન સુરેશભાઈ દોશી, ડો.દર્શિતાબેન પી.શાહ, વિનોદચંદ્ર આર.પારેખ, રણજીતભાઈ દહીયા, સુનિલભાઈ વોરા, મહેશભાઈ સુચક, ઉમેશભાઈ જે.પી.- સિધ્ધિ વિનાયક મંગળસુત્ર, વનિતાબેન રાઠોડ, સોની અરવીંદભાઈ ઠાકરશી, ભગતભાઈ (રંગોળી), ધીરૂભાઈ છાંટબાર, નયનભાઈ વિનુભાઈ ડોબરીયા, કુસુમબેન ભરતભાઈ ચૌહાણ, સુરજ બ્રાન્ડ બેસન પરિવાર, પ્રકાશભાઈ, રમેશભાઈ સાવલીયા- મધુરમ ફર્નીચર, મધુબેન ઈશ્વરલાલ ભરાડ, આકાશભાઈ- સત્યવિજય આઈસ્ક્રીમ, ચિમનભાઈ પંડ્યા, અરૂણાબેન રાજેન્દ્રપ્રસાદ શુકલ, મધુભાઈનાર- ગિરીરાજ બ્રાઈ સ્ટીલ, મયુરભાઈ ભરતભાઈ લીલા, સ્નેહા રમેશભાઈ સોલંકી, અમીબેન ભુપેન્દ્રભાઈ દેસાઈ, વિજયભાઈ વઘાસીયા, વિરેન્દ્રભાઈ સેજપાલ, અમિત નિલેશભાઈ ચંદારાણા, ડો.જે.એચ.ભુત, રેશમાબેન મમ તથા વૈશાલીબેન, જગદીશભાઈ ગુલાબશંકર જોષી, સવિતાબેન જગદીશભાઈ જોષી, ગોવિંદભાઈ લીંબાસીયા વિગેરે ઉપસ્થિત રહેલ. જજ તરીકે કાજલબેન મહેશભાઈ લોખીલ, માર્ગીબેન પટેલ તથા વિધિબેન ભરતભાઈ કેશરીયાએ સેવા આપી હતી. આ નવરાત્રી મહોત્સવનો શુભારંભ પટેલ મ્યુઝીકલ ગ્રુપ રાજુભાઈ હાપલીયા તથા ભુમિબેન પટેલના મધુર કંઠે માં જગદંબાની આરતીથી કરવામાં આવી હતી. માં જગદંબા ની આરતી નો લાભ ૨ાજકોટના મેયર શ્રી ડો. ભિનાબેન આચાર્ય તથા ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ એ લીધો હતો. સંસ્થાના પ્રમુખશ્રી રજનીભાઈ બાવીશી, માનદમંત્રીશ્રી હસુભાઈ જોષી, સહમાનદ મંત્રી શ્રી પ્રફુલભાઈ ગોહિલ,  ટ્રસ્ટીશ્રી આરતીબેન વોરા, હંસિકાબેન મણીયાર, ડો. કેતનભાઈ બાવીશી, સી. એ. પ્રવિણભાઈ ધોળકીયા, પ્રશાંતભાઈ વોરા, ડો. દર્શિતાબેન શાહ તથા વ્યવસ્થાપક મંડળના સભ્ય  મધુભાઈ ભટ્ટ, ડો. નરેન્દ્રભાઈ દવે,   નિશિથભાઈ ત્રિવેદી વિગેરે એ દિવ્યાંગ બાળકોના આ સુંદર મજાના કાર્યક્રમના આયોજન બદલ સર્વે સ્ટાફ, બાળકોની જહેમત બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

નવરાત્રીના આ સુંદર મજાના કાર્યક્રમમાં જુદા-જુદા ગૃપમાં પ્રથમ નંબરે મયંક અશોકભાઈ ચૌહાણ, પાયલ ૨ાવતભાઈ મારૂ,  ઈનાયતશા ૨ફીકશા સૈયદ, મુન્નીબેન ચાંડપા તથા મીતાબેન ખુંટ વિજેતા બનેલ, દ્વિતિય ઈનામમાં સજજ ૨ મેશભાઈ ઢેઢી, ક્રિષ્નાબેન કરશનભાઈ બોરખતરીયા, ઋષિ હિમાંશુભાઈ જોષી, ચોદની ભેંસાણીયા તથા જયેશભાઈ મહેતા વિજેતા બનેલ. તૃતિય નંબરે મંથન વિજયભાઈ કોટક, ભારતી એભાભાઈ ચાંડપા, અંકિત ચંદ્રકાન્તભાઈ કણઝારીયા,  કૃપાલી જેઠવા વિજેતા બનેલ. નાના ગુપમાં પ્રિન્સ તરીકે વિનિત સુરેશભાઈ ભુત તથા મોટા ગૃપમાં પ્રિન્સ તરીકે અંકિત મોરબીયા વિજેતા બનેલ. નાના ગુપમાં પ્રિન્સેસ તરીકે દ્રષ્ટિ મહેશભાઈ કવૈયા તથા મોટા ગ્રુપમાં પ્રિન્સેસ તરીકે સંગીતા એભાભાઈ ચાંડપા વિજેતા બનેલ. નાના ગ્રુપમાં વેલડ્રેસ તરીકે પ્રથમ ઈનામ દિપ હિરેનભાઈ જોબનપુત્રા તથા અક્ષયા જેન્તીભાઈ મકવાણા, મોટા ગ્રુપમાં વેલડ્રેસ તરીકે પ્રથમ ઈનામ ધવલ બકુલભાઈ જોષી તથા જયોતી જેન્તીભાઈ મકવાણા વિજેતા બનેલ. નાના ગ્રુપમાં વેલડ્રેસ તરીકે દ્વિતિય ઈનામ આયુષ ખુંટ તથા રિધ્ધિ ટેકવાણી, મોટા ગ્રુ૫માં વેલડ્રેસ તરીકે દ્વિતિય ઈનામ ઋષિ જોષી તથા શિવાની પીપળીયા વિજેતા બનેલ. નાના ગુપમાં વેલડ્રેસ તરીકે તૃતિય ઈનામ મહેશ ૨તીલાલ ડાભી તથા હિના મુકેશભાઈ ચાવડા, મોટા ગ્રુપમાં વેલડ્રેસ તરીકે તૃતિય સૌમ્ય ચંદ્રેશભાઈ દવે તથા વિભુતિ રતીલાલ રાઠોડ વિજેતા બનેલ. કયુટબેબી માં પ્રથમ ઈનામ ભુમિ શેખાભાઈ કરમટા, અક્ષય નિલેશભાઈ મકવાણા તથા દ્રિતિય ઈનામમાં હિના રતીલાલ સોનાગ્રા તથા જીયાન અરવીદભાઈ કોટડીયા વિજેતા બનેલા માતાજી બનેલ સ્નેહા ૨મેશભાઈ સોલંકી તથા નંદીની ભ૨તભાઈ ડવ ને ઈનામો આપી પ્રોત્સાહીત કરેલ, પ્રિન્સ, પ્રિન્સેસ તથા વેલડ્રેસમાં વિજેતા બનેલ ત્રણ દિકરીમોએ ઉમેશભાઈ જે.પી.-સિધ્ધિ વિનાયક મંગળસુત્ર તરફથી સોનાની બુટી સ્પેશ્યલ ઈનામરૂપે આપી પ્રોત્સાહીત કરેલ. લાઈવ વિડિયોગ્રાફી તથા લાઈવ ટેલીકાસ્ટની સુંદર મજાની સેવા  પ્રફુલભાઈ વસોયા તથા હિરેનભાઈ પંડયાએ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું ડેકોરે શન તથા આયોજન શાળાના આચાર્યશ્રી કશ્યપભાઈ પંચોલીના નેતૃત્વ હેઠળ, અશોકભાઈ કુકડીયા, માલતીબેન કુકડીયા, હિરેનભાઈ પંડ્યા તથા અનિરૂધ્ધસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સંસ્થાના બધા બાળકોએ કરેલ હતુ.

(3:44 pm IST)