Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

રસુલપરામાં કાજલ ગોહેલ પર દારૂડિયો પતિ તલવારથી તૂટી પડ્યોઃ ત્રણ ઘા કર્યા

નશાખોર પતિએ ઝઘડો કરતાં કડીયા કુંભાર પરિણીતા નજીકમાં પિયરે ગઇ ત્યાં ત્યાં પાછળ જઇ હુમલો કર્યોઃ લોકોએ પકડી લીધો

રાજકોટ તા. ૧૧: કોઠારીયા સોલવન્ટ પાસે રસુલપરા-૧ ઝમઝમ ચોકમાં રહેતી કાજલબેન નરેશ ગોહેલ (ઉ.૨૫) નામની કડીયા કુંભાર પરિણીતાને પતિ નરેશ ગોરધનભાઇ ગોહેલે ગાળો દઇ તલવારથી ઇજા કરતાં ફરિાયદ થઇ છે.

તાલુકા પોલીસે કાજલબેનની ફરિયાદ પરથી તેના પતિ સામે ગુનો નોંધ્યો છે. કાજલબેનના કહેવા મુજબ તેના લગ્ન આઠ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં બે દિકરી છે અને પતિ મવડી ચોકડી પાસે મજૂરી કરે છે. ગત સાંજે સાડા છએક વાગ્યે તેણી ઘરે હતી ત્યારે બહેન અલ્પા પણ બેસવા આવી હતી. આ વખતે પતિ દારૂ ઘરે આવ્યો હતો. તેને પીવાની ના પાડતાં ઝઘડો કરી ગાળો દેવા માંડ્યો હતો. બહેન અલ્પા વચ્ચે પડતાં તેને પણ ગાળો દીધી હતી. બાદમાં પતિએ દારૂ તો પીવાશે જ જો તારે પિયરે જવું હોય તો જતી રહે તેમ કહેતાં પોતે દિકરીને લઇ નજીકમાં જ પિયર હોઇ ત્યાં જતી રહી હતી. એ પછી પતિ પાછળ આવ્યો હતો અને તલવારથી હુમલો કરી પીઠ પાછળ એક ઘા કરી દીધો હતો. પોતે રાડારાડી કરી ભાગવા માંડતા પતિ પાછળ દોડ્યો હતો અને આંતરી લઇ  ફરીથી તલવારનો ઘા કર્યો હતો. એ વખતે હાથ આડો રાખી દેતાં હાથમાં ઇજા થઇ હતી. ત્રીજો ઘા માથામાં કાન ઉપર લાગી ગયો હતો.

દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં પતિ નરેશને પકડી લીધો હતો. તાલુકા પીએસઆઇ ટી. ડી. ચુડાસમાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:43 pm IST)
  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • તિતલી વાવાઝોડું વિકરાળ બન્યું:સવારે ૫ વાગે ત્રાટકશે:ઓડિસાના ૩ લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડયા:ઓડિસા અને આંધ્ર ઉપર ૧૬૫ કિ.મી. સ્પીડ પકડશે:અત્યારે ૧૪૦-૧૫૦ કિ.મી.ની ઝડપ છે.:૧૧ અને ૧૨ મીએ તમામ સ્કુલ કોલેજો બંધ:જાહેર કરતા નવીન પટનાયક: પરીક્ષાઓ રદ્દ કરાઈ access_time 1:14 am IST