Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં નવરાત્રીની ઉજવણી

રાજકોટઃ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર મારૂતિનગર, રણછોડનગર અને નવા થોરાળાનાં સંકુલ દ્વારા નવરાત્રીની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રીનાં પર્વને વધાવતા શાળાનાં વિદ્યાર્થીઓએ પરંપરાગત પહેરવેશમાં રાસ-ગરબાનાં નૃત્ય રજૂ કર્યા હતા. સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, મેનેજિંગ ટ્રસ્ટી બળવંતભાઈ જાની, ટ્રસ્ટીશ્રીઓ પલ્લવીબેન દોશી, રમેશભાઈ ઠાકર, કેતનભાઈ ઠક્કર, અનીલભાઈ કિંગર, હસુભાઈ ખાખી, અક્ષયભાઈ જાદવ, કીર્તિદાબેન જાદવ અને રણછોડભાઈ ચાવડાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:39 pm IST)
  • વાવાઝોડું તીતલી વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ સાથે ઓરિસ્સા પહોંચશે:રસ્તામાં આવતા કાંઠાના ૫ જિલ્લાના વિસ્તારો ખાલી કરાવવા આદેશ:ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ૮૩૬ શિબિરો તૈયાર:એન્ડીઆરાએફની ૧૦ સહિત ૧૮ બચાવ રાહત ટૂકડીઓ ખડેપગે access_time 12:42 am IST

  • આજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST

  • સુરેન્દ્રનગર:ધ્રાંગધ્રાનાં ઘોળી ગામે જૂથ અથડામણ:ધોળીનાં સરપંચ પર ફાઈરીંગ:જૂથ અથડામણમાં ત્રણ વધુ રાઉંડ ફાઈરીંગ:ધોળીનાં સરપંચને ગોળી વાગતા સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડાયા:ધોળીમાં અગાઉ જૂથ અથડામણ થઈ હતી તેમાં 12 રાઉંડ થયા હતા ફાઈરીંગ: ધ્રાંગધ્રા પોલિસ ઘટના સ્થળે દોડી access_time 11:15 pm IST