Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

રાજપરા-નારણકા ગામના રસ્તાઓ તૂટી ગયા : નવા રોડ બનાવવા કોંગ્રેસની માંગ

કોઠારીયાથી નારણકા થઇને જતો આ રોડ નવો બનાવવા જીલ્લા પંચાયતમાં રજૂઆત કરતા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા

રાજકોટ, તા. ૧૧ : જીલ્લાના રાજપરા-નારણકાનો તૂટેલો રોડ નવો બનાવવા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ જીલ્લા પંચાયત સમક્ષ રજૂઆત કરી છે.આ રજૂઆતમાં શ્રી સાગઠીયાએ જણાવ્યું છે કે રાજપરા અને નારણકાના ગ્રામજનો દ્વારા અમોને પત્ર લેખીતમાં મળેલ જેની તપાસ કરતા માલૂમ પડે છે કે કોઠારીયા મેઇન રોડથી નારણકા થઇ રાજપરા થઇ કોટડાસાંગાણી સુધીનો રોડ ચેક કરતા કોઇપણ જગ્યાએ જુઓ તો રોડ તૂટેલો ખાડાવાળો ધૂળવાળો અને રોડ તૂટેલ છે તેની કપચી સિવાય આખા રોડ ઉપર કયાંય ૧૦૦ મીટર ડામર રોડ હોય તેવું દેખાયું નહીં.

આથી ડી.ડી.ઓ રાજકોટ પ્રમુખશ્રી જીલ્લા પંચાયત તેમજ ધારાસભ્યશ્રી રાજકોટ ગ્રામ્યને પત્ર લખી જલ્દીથી આ રોડનું ડામર કામ થાય તેવી ભલામણ કરી છે. (માંગણી છે) અને ડી.ડી.ઓ. ધારાસભ્ય અને પ્રમુખને આ રસ્તા ઉપરથી નિકળવા માટે વિનંતી પણ કરી છે અને જલ્દીથી ડામર કામ ચાલુ કરાવી લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માંગ ઉઠાવી છે તેમજ આગામી દિવસોમાં આ કામ ચાલુ નહીં થાય તો સ્થાનિક લોકોને સાથે રાખી આંદોલન કરવું પડશે. તેવી ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારાઇ છે.

(3:37 pm IST)