Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પ્રથમ નોરતામાં જ જમાવટ : જૈન સમાજની અઢી હજાર બહેનો ગરબે રમી

રાજકોટ : જૈન વિઝન દ્વારા આયોજિત સોનમ નવરાત્રી મહોત્સવમાં પ્રથમ દિવસે જ જમાવટ થઇ ગઈ હતી અને કલ્પનાતીત સંખ્યામાં જૈન સમાજના ભાઈ-બહેનો ગરબે રમ્યા હતા. ખેલૈયાઓ અને દર્શકોની ભીડ જોતા તમામ રાજમાર્ગ રૈયા રોડ તરફ જતા હોય તેવું લાગતું હતું. આ પ્રકારનું આયોજન કાયમ માટે ચાલુ રાખવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

પ્રથમ નોરતે જૈન સમાજની બહેનો એટલે કે નારી શકિતએ માં જગદંબાની આરાધના કરીને આ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. સોનમ કલોકના જયેશભાઇ શાહ, દીપાબેન શાહ, ઋત્વિબેન શાહ, જૈન અગ્રણી સુનિલભાઈ શાહ ઇશ્વરભાઇ દોશી, જયોતિબેન દોશી, પ્રવીણભાઈ કોઠારી ઈલાબેન કોઠારી અનિષભાઈ વાધર, બીનાબેન વાધર, નિલેષભાઈ કોઠારી બીજલબેન કોઠારી વિભાસભાઈ શેઠ, જેનીશભાઈ અજમેરા, ધૂમ ટ્રાવેલ્સ ના નિર્મલભાઇ શાહ, જયભાઇ ખારા, પી.એન.દોશી, કેતનભાઈ દોશી અશોકભાઇ દોશી જયેશભાઇ માવાણી અલ્પેશભાઇ મોદી કેયૂરભાઈ વોરા રાહુલભાઈ મેહતા અને ટીમ જૈન વિઝનને અભિનંદન આપ્યા હતા આ તકે મંદિર ના દાતા હિતેશભાઇ મહેતા મનીષભાઈ મહેતા વિભાબેન મેહતા પરિવારે લાભ લીધેલ હતો. પ્રસાદીનો લાભ ગિરીશભાઈ ખારા પરિવારે લીધેલ છે.  ગઈ કાલે ૨૫૦૦થી વધુ જૈન સમાજની બહેનો ગરબે રમી હતી અને શ્રેષ્ઠ રમનારાને સોનામહોર અને ચાંદીની ગીની સહિતના ઈમાનો આપવામાં આવ્યા હતા. સમગ્ર નવલી નવરાત્રી નું આયોજન સફળ બનાવા ટીમ જૈન વિઝનના ૨૦૦ ભાઈ-બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:30 pm IST)