Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

જીવનનગરમાં અંધબાળાઓના રાસ ગરબાથી પ્રારંભ

રાજકોટઃ જીવનનગર વિકાસ સમિતિ નવરાત્રી મહોત્સવ સમિતિ વોર્ડ નં.૧૦ જાગૃત નાગરીક મંડળ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે જીવનનગર પ્રાચીન ગરબી મંડળમાં અવનવા રાસ-ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. નવજયોત અંધજન મંડળની બાળાઓના રાસ-ગરબાથી નવરાત્રી મહોત્વનો પ્રારંભ થયો હતો. સાધુવાસવાણી રોડ ઉપર નવજયોત અંધજન મંડળના મયુરભાઇ તથા અમિતાબેને પ્રવૃતિઓથી માહિતગાર કર્યા હતા.બાળાઓને પ્રતિક લાણી રાજય મહિલા પ્રભારી અંજલિબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, બ્રહ્મ અગ્રણી લલીતભાઇ જાની, વોર્ડના નગરસેવકો જયોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઇ ભોરણીયા, પૂર્વે નગરસેવક પરેશભાઇ હુંબલ, વોર્ડના પ્રભારી માધવ દવે, પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી પરેશભાઇ તન્ના, હરેશભાઇ કાનાણી, પાર્થ ગોેહેલ, દમયંતીબેન જાની, મુકેશભાઇ પોપટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રામેશ્વર મહિલા મંડળના ગરબીના સંચાલક અલ્કાબેન પંડયા, સુનિતાબેન વ્યાસ, શોભનાબેન ભાટવડિયા, જયોતિબેન પુજારા, આશાબેન મજેઠીયા, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, માનસી માંડલીયા જહેમત ઉઠાવી રહ્યા છે. સમિતિના કાર્યકરો નવીનભાઇ પુરોહીત, પાર્થ ગોહેલ, વિનુભાઇ ઉપાધ્યાય, વિજયભાઇ જોબનપુત્રા, જેન્તીભાઇ જાની, ગોવિંદભાઇ ગોહેલ, વી.સી.વ્યાસ, પુજારી ભુપેન્દ્રભાઇ ભટ્ટ, અંકલેશ ગોહિલ સતત કામગીરી સંભાળે છે. (૬.૨૧)

(3:28 pm IST)