Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

આરબીઆઈના ડિરેકટરપદે સહકારી ક્ષેત્રના પ્રોફેશ્નલ, ગોલ્ડ મેડાલીસ્ટ જર્નાલીસ્ટ સતીશજી મરાઠેની નિમણુંક

રાજકોટ નાગરીક સહકારી બેંકે સ્વ.અરવિંદભાઈ મણીયાર, જયોતિન્દ્ર મહેતા, સતીશજી મરાઠે સહિત રાષ્ટ્રીય લેવલની શખ્સીયતો આપી : ડો.પુરૂષોતમ પીપરીયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવનિયુકત ડિરેકટર્સ સતીશજી મરાઠેનું શાલ ઓઢાડી સન્માન કરતા વિક્રમભાઈ તન્ના, જયોતિન્દ્રભાઈ મહેતા, ડો.પુરૂષોતમ પીપરીયા, રમેશભાઈ ઘેટીયા, શાંતુભાઈ રૂપારેલ અને ગુણવંતભાઈ ડેલાવાળા અને ઈન્સેટ તસ્વીરમાં પ્રાસંગીક ઉદ્દબોધન કરતા મહાનુભાવો દૃષ્ટિગોચર થાય છે.

રાજકોટ : ભારતભરની તમામ ક્ષેત્રોની બેંકો તેમજ નોન-બેંકીંગ ફાયનાન્સ કંપનીઓનું નિયમન કરતી સ્વાયત સંસ્થા ભારતીય રિઝર્વ બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સ મંડળમાં જુદા જુદા ક્ષેત્રોમાંથી પ્રતિનિધિત્વ આપવામાં આવતું હોય છે. તે અન્વયે સહકારી ક્ષેત્રમાંથી સહકારી કાર્યકરને પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. ઇતિહાસમાં પહેલી વખત સહકારી કાર્યકર સાથોસાથ બેંકીંગના પ્રોફેશ્નલ અનુભવ ધરાવતા સતીશજી મરાઠેની નીમણુંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં કરવામાં આવેલ તે બાબત સહકારી ક્ષેત્ર માટે યજળા ભવિષ્ય સમાન છે.

સતીશજી મરાઠે ની નીમણુંક ને આવકારવા સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંક અને રાજકોટ નાગરીક સહકારી બેંકના સંયુકત ઉપક્રમે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ રાજકોટ મુકામે યોજવામાં આવેલ ભવ્યાતિભવ્ય સન્માન સમારોહમાં સૌરાષ્ટની સહકારી બેંકોના ચેરમેન, મેનેજીંગ ડીરેકટર, ચીફ એકઝીકયુટીવ ઓફીસર સહીત ઉચ્ચ પદાધિકારીઓ બહોળી સંખ્યામાં  ઉપસ્થિત રહી સતીશજી મરાઠેને ઉમળકાભેળ આવકારી કાઠયાવાડી પરંપરાથી સન્માનીત કર્યા હતા.     

ગુજરાત અને નેશનલ અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશનના ચેરમેન ન્નયોતિન્દ્રભાઇ મહેતાએ સતીશજી મરાઠેનો પરિચય આપતા જણાવેલ કે બેંકિંગની વ્યવસાયિક ડિગ્રી સાથે જર્નાલિઝમનો કોર્ષ કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે. વીસ હજારથી વધુ કો-ઓપરેટીવ સંસ્થાઓ જેની સાથે સંકળાયેલી છે તેવી વિશ્વભરની સહકારી ક્ષેત્રોમાંની સૌથી મોટી સ્વાયત સંસ્થા  સહકાર ભારતી છે તેમના સતીશજી મરાઠે સ્થાપક સદસ્ય અને છ વર્ષ સુધી રાષ્ટ્રીય અઘ્યક્ષ તરીકે સેવા આપ્યા બાદ હાલ તેઓ પેટ્રન રૂપે કાર્યરત છે. સતીશજીએ સેન્ટ્રલ ફોર સ્ટડીઝ એન્ડ રિસર્ચ ઇન કો-ઓપરેશનના પણ ફાઉન્ડર ડિરેકટર છે. એટલું જ નહીં નેશનલ કો-ઓપરેટીવ ડેવલપમેન્ટ કોર્પોરેશનનાં બોર્ડમાં ડિરેકટર તરીકે સેવા આપી રભ છે તદુપરાંત એકઝીકયુટીવ કમીટી ઓફ ધ નેશનલ કાઉન્સિલ ફોર કો-ઓપરેટીવ ટે્રનીંગ સહીત અનેક સંસ્થાઓમાં સેવા પ્રદાન કરી રભ છે.

રાજકોટ નાગરીક સહકારી બેંકના ચેરમેન નલીનભાઇ વસાએ સતીશજીએ ભૂતકાળમાં બજાવેલ પ્રસંસનીય કામગીરી વર્ણાવતા જણાવેલ કે સતીશજી ઇન્ડિયન બેંક એસોસીએશનના સચીવ પદે, મેમ્બર ઓફ મેનેજમેન્ટ કમીટી, મેમ્બર ઓફ કમીટી ઓફ ઇકોનોમીસ્ટ, વાઇસ પે્રસિડન્ટ ઓફ પ્રાઇવેટ સેકટર બેંક એસોસીએશન, નેશનલ યુથ કો-ઓપરેટીવ સોસાયટી, નાણામંત્રી સાથે અંદાજપત્ર પૂર્વની બેંક સમીક્ષામાં પ્રતિનિધિત્વ, યુનાઇટેડ વેસ્ટર્ન બેંકના ચેરમેન એન્ડ સીઇઓ, જનકલ્યાણ સહકારી બેંક લિમીટેડના બેંકના સીઇઓ સહિત અનેક સહકારી સંસ્થાઓમાં મહત્વનું યોગદાન આપી પરીણામલક્ષી ઉત્કૃષ્ટ કામગીરી બજાવેલ હોય દેશની ટોચની સહકારી સંસ્થા ઇફકો દ્વારા સર્વોચ્ચ સહકારી શખ્સીયત તરીકે બહુમાન કરી સહકારીતા રત્ન એવોર્ડ આપવામાં આવેલ.

પ્રસંગોચિત ઉદબોધન કરતાં સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ ફેડરેશનના ચેરમેન વિક્રમ તન્નાએ જણાવેલ હતું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં સતીશજી મરાઠેની નીમણુંકથી સહકારી બેંકોનું વેઇટેઝ વધશે અને અવાજ બુલંદ બનશે. ખાસ કરીને સતીશજીએ સહકારી ક્ષેત્રની સમસ્યાઓને અનુભવેલી હોય સમસ્યાનું નીરાકરણ કરવામા સફળ રહેશે તેવી આશા વ્યકતત કરી હતી.

સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશનના સીઇઓ કાયદેઆઝમ ડો. પુરૂષોત્ત્।મ પીપરિયાએ જણાવ્યું હતું કે રાજકોટ નાગરીક સહકારી બેંક સહકારી ક્ષેત્રોના રત્નોની ખાણ છે. રાજકોટના ભૂતપૂર્વ મેયર અને ધારાસભ્ય સ્વ અરવીંદભાઇ મણિયારે ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશનના ચેરમેન તરીકે પ્રતિનિધિત્વ આપી સહકારી ક્ષેત્રના હિતનું રક્ષણ કરવા માટે અથાક પ્રયત્ન કરેલ તે રાજકોટ નાગરીક સહકારી બેંકના પૂર્વ ચેરમેન હતા એજ રીતે રાજકોટ નાગરીક સહકારી બેંકના બીજા સુકાની શ્રી ન્નયોતિન્દ્રભાઇ મહેતા પણ ગુજરાત અર્બન કો-ઓપરેટીવ ફેડરેશન, નેશનલ અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશન, સહકારી ભારતી સહીત અનેક સહકારી સંસ્થાઓમાં ચેરમેન તરીકે તરીકે સેવા પ્રદાન કરેલ છે. તેજ રીતે સતીશજી મરાઠે પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડીરેકટર પદે પસંદ થનાર રાજકોટ નાગરીક સહકારિ બેંકના ડીરેકટર પદે સેવા આપી રભ હતા.  

એજ રીતે નલીનભાઇ વસા પણ રાજકોટ નાગરીક સહકારી બેંકના ડીરેકટર પદેથી ચેરમેન પદ સુધી સફળતા પૂર્વક સેવા પ્રદાન કરી રભ છે. તેમની સુઝબુઝ અને કાર્યશેલી થી સમસ્ત સહકારી જગત પ્રભાવિત રભ્ું છે અને તેમની પોલીસીઓને અનુસરી રભ છે તે પણ નોંધનીય છે.

આ પ્રસંગે રાજકોટ નાગરીક સહકારી બેંકના ચેરમેન શ્રી નલીનભાઇ વસાએ સહકારી ક્ષેત્રે થઇ રહેલ અને થનાર આમુલ પરિવર્તનની નોંધ લઇ ભ્ુમન રિર્સોર્સીસને પણ તે મુજબના માળખામા અપડેટ કરવા જોઇશે.સહકારી બેંકોની સમસ્યાને વાચા આપવા માટે આપણી પાસે સતીશજી જેવા સક્ષમ સખ્સીયત હોવાથી દ્યણાખરા પ્રશ્નો હલ કરવામા મદદરૂપ થઇ શકશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશનના ચેરમેન વિક્રમભાઇ તન્ના અને સીઇઓ ડો.પુરૂષોત્ત્।મ પીપરિયા તેમજ રાજકોટ નાગરીક સહકારી બેંકના ચેરમેન નલીનભાઇ વસાના પૂર્વ ચેરમેન કલ્પકભાઇ મણીયાર અને વાઇસ ચેરમેન જીવણકાકાના માર્ગદર્શન હેઠળ બેંક કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.(૩૭.૬)

(11:53 am IST)