Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

રાસોત્સવ - ગરબી સહિતના જાહેર સ્થળોએ સ્વાઇન ફલૂ સામે તકેદારીના પગલા લેતુ તંત્ર : આયોજકોને મ્યુ. કમિશ્નરનું માર્ગદર્શન

રાજકોટ તા. ૧૦ : શરદ ઋતુનાં પ્રારંભે શહેરમાં સિઝનલ રોગચાળો ફેલાય ફેલાય નહી તે માટે સૌ કોઈને સતર્ક કરતા રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર બંછાનિધિ પાનીએ કેટલીક તકેદારી રાખવા જાહેર વિનંતી કરી છે અને, ખાસ કરીને શાળા અને આંગણવાડીઓના બાળકોનાં સ્વાસ્થ્યની ચિંતા સાથે તકેદારીના પગલાં લેવા આરોગ્ય શાખાને સતર્ક કરી દીધી છે. 

કમિશનરશ્રીએ કહ્યું કે, આજથી નવરાત્રિનાં પાવન પર્વ પર્વનો પ્રારંભ થઇ રહયો છે ત્યારે નાગરિકો સિઝનલ ફલુ બાબતે વિશેષ સતર્કતા દાખવે તે જરૂરી છે. ગરબાના આયોજન સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોઈ ત્યાં તકેદારીના વિશેષ પગલાંઓ લેવાય તે જાહેર હિતમાં છે. જેમ કે, આ સ્થળોએ એકઠા થતા લોકો એકબીજા સાથે હાથ મિલાવીને અભિવાદન કરવાને બદલે 'નમસ્કાર'ની મુદ્રાથી એકબીજાનું અભિવાદન કરે, વગેરે જેવી કાળજી રાખવી જરૂરી છે. ગરબાના આયોજકો દ્વારા ગરબાના સ્થળે સાઈનેજીસ (માર્ગદર્શક બોર્ડ) મુકવામાં આવે તેમજ અન્ય આવશ્યક પગલાંઓ લેવામાં આવે તેવો મહાનગરપાલિકાને જાહેર અનુરોધ કર્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, શાળા કે આંગણવાડીઓમાં કો કોઈ બાળકને તાવ, શરદી, ખાંસી કે ગળામાં દુખાવો થાય તો તેની સારવાર સુનિશ્ચિત કરવા તેમજ બાળક સ્વસ્થ થઇ જાય ત્યાં સુધી તેને શાળા કે આંગણવાડીએ નહી મોકલવા બાળકના માતા-પિતાને વિનંતી કરવામાં આવે છે. આવા કિસ્સાઓમાં નજીકના આરોગ્ય કેન્દ્રમાં બાળકની સારવારની સુવિધા અને વ્યવસ્થા ઉપલબ્ધ છે તો તેનો લાભ લઇ શકાય છે.

આ રોગથી બચવા માટેના સહેલા ઉપાયો

   ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો

   ઉધરસ, છીંક વેલા મોઢું અને નાક ઢાંકો

   હસ્ત બદલે 'નમસ્કાર'ની મુદ્રાથી અભિવાદન કરો

   હાથ સાબુ અને પાણીથી વારંવાર ધુઓ

   ખુબ પાની પીઓ, પૌષ્ટિક આહાર અને પુરતી ઊંઘ લો

   ફલુના લક્ષણ દેખાય તો મફત નિદાન અને સારવાર માટે નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરો.

રોગના લક્ષણો :

   શરદી, ખાંસી અને ગાળામાં દુખાવો, ભારે તાવ

   શરીર તૂટવું અને નબળાઈ

   ઝાડા કે ઝાડા-ઉલ્ટી થવા

   ગળફામાં લોહી પડે

   શ્વાસ ચઢવો જેવા ન્યુમોનિયાનાં લક્ષણ જણાય

(3:45 pm IST)
  • જામખંભાળિયામાં મારામારીના કેસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ -ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિને એક-એક વર્ષની સજા ફટકારતી અદાલત ;છ વર્ષ જુના કેસમાં ભાજપના આગેવાનને સજા ફટકારતા ખળભળાટ access_time 11:16 pm IST

  • જમ્મુ-કાશ્મીર : કુપવારામાં માર્યો ગયો ત્રાસવાદી મન્નાન વાની : AMUમાં કર્યો'તો અભ્યાસ : હિઝબુલનો કમાન્ડ હતો : આજે કુલ બે ત્રાસવાદી ઠાર : શસ્ત્રો મળ્યા access_time 11:43 am IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST