Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

લૂંટની રકમમાંથી પોલીસમેન જોગેશે ૩૦ હજાર મિત્રને મદદ માટે આપ્યા'તાઃ કબ્જે

દૂકાનમાંથી કાઢેલુ ડીવીઆર જોગેશ ગઢવીએ પરાપીપળીયાના બસ સ્ટેશનના છાપરા પર ફેંકી દીધુ હતું તે પણ કબ્જેઃ ચારેયની ઓળખ પરેડ કરાવવા તજવીજ

ત્રણેય પોલીસ કર્મચારીના ફાઇલ ફોટો

રાજકોટ તા. ૧૦: યુનિવર્સિટી રોડ પર સુવર્ણ કોમ્પલેક્ષમાં એન્જોય હેર નામે સલૂનમાં જઇ સંચાલક  અશોકભાઇ ધીરજલાલ વાઘેલા (ઉ.૪૩) નામના વાળંદ યુવાનને તમે લેડિઝને રાખીને ખોટુ કામ કરો છો તેમ કહી લાફા મારી રોકડા રૂ. ૮૫ હજાર અને ડીવીઆરની લૂંટ કરવાના ગુનામાં ઝડપાયેલા ત્રણ પોલીસ કર્મચારી અને એક વોર્ડન રિમાન્ડ પર હોઇ વિશેષ પુછતાછ થઇ રહી છે. દરમિયાન પોલીસે અગાઉ લૂંટના ૪૭૫૦૦ કબ્જે લીધા પછી વધુ ૩૦ હજાર કબ્જે કર્યા છે. આ રકમ કોન્સ્ટેબલ જોગેશે તેના મિત્રને મદદ કરવા માટે આપી હતી. દૂકાનમાંથી કાઢી લીધેલુ ડીવીઆર પણ જોગેશે પરાપીપળીયાના બસ સ્ટેશનના છાપરા પર ફેંકી દીધું હોઇ ત્યાંથી કબ્જે કરવામાં આવ્યું છે.

ગાંધીગ્રામ પોલીસે આ કેસમાં આઇપીસી ૩૯૪, ૨૦૧, ૧૭૦, ૩૪  મુજબ ગુનો નોંધી હેડકવાર્ટરના સસ્પેન્ડ પોલીસ કર્મચારી કેયુર વનરાજભાઇ આહિર (ઉ.૨૪-રહે. ૩૦૧-એ, શંખેશ્વર એપાર્ટમેન્ટ પટેલ ચોક નાગેશ્વર મંદિરથી આગળ), ટ્રાફિક બ્રાંચના જોગેશ રમેશભાઇ ઠાકરીયા (ગઢવી) (ઉ.૨૯-રહે. રત્નમ્ સીટી ગેઇટ નં. ૨, મકાન નં. ડી-૧૧ એસઆરપી કેમ્પ સામે), પ્રવિણ વજુભાઇ મહિડા (અનુ. જાતી) (ઉ.૩૦-રહે. રામનાથપરા પોલીસ લાઇન બ્લોક નં. ૨ કવાર્ટર નં. ૧૭) તથા ટ્રાફિક વોર્ડન તરીકે કામ કરતાં નવઘણ યોગેશભાઇ દેગડા (ચારણ) (ઉ.૨૧-રહે. વિરડા વાજડી ગામ વીવીપી એન્જિનીયરીંગ કોલેજની સામે પ્રાર્થના એપાર્ટમેન્ટની બાજુમાં)ની ધરપકડ કરી હતી.

ચારેય ૧૩મી તારીખ સુધી રિમાન્ડ હોઇ વિશેષ પુછતાછમાં જોગેશે લૂંટમાંથી મળેલી રકમમાંથી ૩૦ હજાર મિત્રને જરૂર હોવાથી મદદ માટે આપ્યાનું કબુલતાં આ રકમ પણ કરવામાં આવી છે. તેમજ તેણે ડીવીઆર ફેંકી દીધું હતું તે પણ જપ્ત કરાયું છે. હવે ચારેયની ઓળખ પરેડ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. 

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં ગાંધીગ્રામ પી.આઇ. વી.વી. ઓડેદરા, પીએસઆઇ ભટ્ટ, ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીનભાઇ પટેલ, રાહુલભાઇ વ્યાસ, સંતોષભાઇ મોરી, કિશોરભાઇ ઘૂઘલ,  હિતુભા ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહિલ, ગોપાલભાઇ પાટીલ, દિનેશભાઇ વહાણીયા, હાર્દિકસિંહ પરમાર સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(3:48 pm IST)
  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST

  • દેશ યોગ્ય દિશામાં આગળ વધે છે : 73 ટકા ભારતીયોનું તારણ :માર્કેટ રિસર્ચ ફર્મ ઇપ્સોસ દ્વારા કરાયેલ સર્વેક્ષણમાં ભારતીયોએ માન્યું કે દેશની દિશા યોગ્ય : આ પહેલા જૂનમાં થયેલ સર્વેક્ષણમાં ત્રણ ટકાનો વધારો : ભારતમાં નિરાશાવાદના વૈશ્વિક વલણથી વિપરીત સ્થિતિ : ઓછમાં ઓછા 58 ટકા વૈશ્વિક નાગરિકો માને છે ને તેઓનો દેશ ખોટા રસ્તે છે ત્યારે ભારતમાં સ્થિતિ બહેતર હોવાનો સર્વેમાં દાવો access_time 1:12 am IST

  • ૧૦૦ દિવસમાં ૨૨ શેરની કિંમતમાં ૫૦ ટકાનું ગાબડું : મોદી સરકાર-૨ના ૧૦૦ દિવસ દરમ્યાન રોકાણકારોના ૨૨ શેર ૫૦ ટકાથી વધારે ઘટી ગયા. access_time 3:19 pm IST