Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

કૃષ્ણનગરમાં ઉલ્ટી થયા બાદ રીક્ષા ચાલક શાહરૂખનું મોત

ઉદયનગરમાં બેભાન થઇ જતા મંજુબેન રૈયાણીનું મોત

રાજકોટ તા. ૧૧ : શહેરના કૃષ્ણનગર મેઇન રોડ પર રહેતા મુસ્લીમ યુવાનને ઉલ્ટીઓ થયા બાદ તેનુ સારવાર દરમ્યાન મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કૃષ્ણનગર મેઇન રોડ પર રહેતો રીક્ષા ચાલક શાહરૂખ મહેબુબભાઇ મુલતાણી (ઉ.ર૮) ગઇકાલે પોતાના ઘરે હતો ત્યારે તેને એકાએક ઉલ્ટીઓ થતા તેને સારવાર માટે દોશી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

આ અંગે માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ.જે.કે.પાંડાવદરા તથા રાઇટર પ્રશાંતસિંહે કાર્યવાહી કરી હતી.

ઉદયનગરમાં વૃદ્ધાનું બેભાન થઇ જતા મોત

શહેરના ઉદયનગર શેરી નં. ૧માં રહેતા મંજુબેન કરમશીભાઇ રૈયાણી (ઉ.૬૪) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે માલવીયાનગર પોલીસ મથકના પી. એસ. આઇ. જે.કે. પાંડાવદરા તથા રાઇટર પ્રશાંતસિંહએ કાર્યવાહી કરી હતી.

(3:46 pm IST)
  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST

  • રાહુલના નબળા પર્ફોર્મન્સને પગલે ટેસ્ટમાં ઓપનર તરીકે રોહિતને ચાન્સ મળવાની સંભાવના access_time 3:38 pm IST