Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ગણપતી મંગલ મહોત્સવમાં લાડુ જમણ સ્પર્ધાઃ ૧૬II લાડુ આરોગી ભરતભાઇ રત્નાણી પ્રથમ

૧૪ લાડવા ખાઇને દ્વીતીય નવીનભાઇ દવે, મનોજભાઇ લીંબાશીયા અને ૧૩ લાડવા ખાઇને તૃતીય માવજીભાઇ ગાગલઃ બહેનોમાં ૧૦ લાડવા ખાઇને પ્રથમ સાવીત્રીબેન યાદવ, ૬II લાડવા સાથે ધ્વીતીય હેતલબેન ડાંગર, ૬ લાડવા ખાઇને તૃતીય શાંતાબેન પરમાર અને શિતલબેન ભગવાનજીભાઇ ભાડેશીયા ક્રમે વિજેતાઃ દિવ્યાંગ લાડુ જમણ સ્પર્ધામાં ૧૨ લાડવા સાથે દિપકભાઇ રાઠોડ પ્રથમ, ૯ લાડવા સાથે હેમંત કરમુર દ્વીતીય અને ૮ લાડવા સાથે જનકાટ કેવલ તૃતીય વિજેતા જાહેરઃ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન સિધ્ધિ વિનાયક ધામ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ ગણપતિ મંગલ મહોત્સવમાં રોજ વિવિધ સમાજ, શૈક્ષણિક, સામાજીક, ધાર્મિક સંસ્થાના આગેવાનો મહાઆરતીનો લાભ લે છે તેમજ એક પારિવારીક વાતાવરણમાં દરરોજ બાળકો અને મહીલાઓ માટે વિવિધ રસપ્રદ સ્પર્ધાઓનું આયોજન અને ધાર્મિક સાંસ્કૃતીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ઓપન સોરાષ્ટ્ર ભાઇઓ બહેનો માટે લાડુ જમણ હરીફાઇનું આયોજન કરાયેલ. આ સ્પર્ધાનું આ સતત બારમુ વર્ષ હતું. આ સ્પર્ધામાં દર વર્ષે મોટી સંખ્યામાં ભાઇઓ અને બહેનો ભાગ લઇ મોટા પ્રમાણમાં લાડુ જમણ કરી પોતાની પાચન શકિતનો પરીચય આપે છે. આ સ્પર્ધામાં સ્પર્ધકો માટે ચોખ્ખા ઘીના લાડુ બનાવવામાં આવ્યા હતા. પ્રત્યેક લાડુ ૧૦૦ ગ્રામનો વજનનો હતો. લાડુની સાથે દાળ તેમજ પાણી આપવામાં આવેલ. આ સ્પર્ધા વયસ્કો માટે હતી. સ્પર્ધાના બે રાઉન્ડમાં યોજાયેલ પ્રથમ રાઉન્ડ દશ મીનીટનો હતો જેમાં પ્રત્યેક  સ્પર્ધકે ઓછામાં ઓછા પાંચ લાડવા ખાવાના રહેતા હોય છે. બીજો રાઉન્ડ વીશ મીનીટનો હતો, જેમાં સ્પર્ધક અમર્યાદીત લાડુ ખાઇ શકે છે. આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાંભાઇઓ બહેનોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સાથોસાથ દિવ્યાંગ લાડુ જમણ સ્પર્ધા પણ યોજાઇ જેમાં ૧૬।।। લાડવા આરોગીને પ્રથમ ક્રમાંક ભરતભાઇ રત્નાણી,૧૪ લાડવા ખાઇને દ્વિતીય નવીનભાઇ દવે, મનોજભાઇ લીંબાશીયા અને ૧૩ લાડવા ખાઇને તૃતીય માવજીભાઇ ગાગલ વિજેતા જાહેર થયા હતા. તેમજ બહેનોમાં ૧૦ લાડવા ખાઇને પ્રથમ સાવીત્રીબેન યાદવ, ૬।। લાડવા સાથે દ્વિતીય હેતલબેન ડાંગર, ૬ લાડવા ખાઇને તૃતીય શાંતાબેન પરમાર અને શિતલબેન ભગવાનજીભાઇ ભાડેશીયા વિજેતા જાહેર થયા હતા. સાથોસાથ દિવ્યાંગ લાડુ જમણ સ્પર્ધામાં ૧૨ લાડવા સાથે દિપકભાઇ રાઠોડ પ્રથમ, ૯ લાડવા સાથે હેમંત કરમુર દ્વિતીય અને ૮૫ લાડવા સાથે જનકાર કેવલ તૃતીય વિજેતા જાહેર થયા અતા. આ મોદક સ્પર્ધાનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ,કિશોર રાઠોડ, અશ્વીન મોલીયા, ઉદય કાનગડ સહીતનાની ઉપસ્થિતીમાં વેદોકત મંત્રોચચારથી કરાયો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા કિશોર રાઠોડ સહીત સાંસ્કૃતીક સમિતીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(3:44 pm IST)