Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ઢેબર રોડ વિવેક એપાર્ટમેન્ટમાં જતીન શેઠના ફલેટમાં દરોડો : જુગાર રમતા છ પકડાયા

ફલેટ માલીક જતીન તથા સુરેશ, પંકજ,સંજય, ઉમેશ અને સંજયની ધરપકડ

રાજકોટ તા ૧૧  :  શહેરના ઢેબર રોડ પર ગીતાનગર મેઇન રોડ પર આવેલા એપાર્ટમેન્ટના ફલેટમાં ભકિતનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર અજય ચોૈધરીની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. વી.કે. ગઢવી, પી.એસ.આઇ. પી.બી. જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, પ્રતાપસિંહ રાણા, ભાવેશભાઇ મકવાણા, મયુરસિંહ પરમાર, મયુરભાઇ ઠાકર, હીતેષભાઇ, રાજેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે મયુરસિંહ અને મયુરભાઇ ઠાકરને મળેલી બાતમીના આધારે ઢેબર રોડ, ગીતાનગરમેઇન રોડ પર આવેલ વિવેક એપાર્ટમેન્ટ ફલેટ નં.-ર માં દરોડો પાડી જુગાર રમતા ફલેટ માલીક જતીન પ્રમોદભાઇ શેઠ, તથા મવડી ચોકડી પાસે જલારામ સોસાયટી શેરી નં-રના સુરેશ જેન્તીભાઇ કારીયા, નંદનવન એપાર્ટમેન્ટ રણુજા ના પંકજ લલીતભાઇ નગદીયા, આર.કે. નગર શેરીનં.-પ નો સંજય પ્રવિણભાઇ વાળા, વાણીયાવાડી શેરીનં.૧/૧૦ ના ઉમેશ મુળજીભાઇ રાજાણી અને હસનવાડી શેરી નં.-ર ના સંજય કાળુભાઇ વાઘેલાને પકડી લઇ રૂા ૧૧૩૫૦/- ની રોકડ સહીતની મતા કબજે કરી હતી.

(3:41 pm IST)
  • લશ્કરનો ટોપ આતંકી આસિફ ઠારઃકાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા : કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે : લશ્કરનો ટોપ આતંકી આસિફને ઠાર કરવામાં આવ્યો : સોપોરમાં થયેલા આ એન્કાઉન્ટરમાં બે પોલીસ અધિકારી પણ ઇજા પહોંચી છે જાણવા મળી રહ્યું છે કે આતંકી આસિફ સોપોરમાં અનેક નાપાક ગતિવિધઓમાં સામેલ રહ્યા છે access_time 11:28 am IST

  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST

  • ૧૦૦ દિવસમાં ૨૨ શેરની કિંમતમાં ૫૦ ટકાનું ગાબડું : મોદી સરકાર-૨ના ૧૦૦ દિવસ દરમ્યાન રોકાણકારોના ૨૨ શેર ૫૦ ટકાથી વધારે ઘટી ગયા. access_time 3:19 pm IST