Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

મારામારીના ગુનામાં સામેલ શિવશકિત કોલોનીનો ઉમંગ પટેલ પાસામાં ધકેલાયો

યુનિવર્સિટી પોલીસે વોરંટની બજવણી કરી

રાજકોટ તા ૧૧  :  શહેરના યુનિવર્સિટી  વિસ્તારમાં મારામારીના અનેક ગુનામાં સામેલ ઉમંગ ગોવિંદભાઇ પટેલ (ઉ.વ.૨૩) (રહે. શિવ શકિત કોલોની બ્લોક નં.૧૧૧, જે.કે. ચોક પાસે) ને યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સને પાસામાં ધકેલવા માટે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરંટ ઇસ્યુ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. આર.વાય. રાવલ, પી.એસ.આઇ. એમ.વી. રબારી, હેડ કોન્સ. હરેશભાઇ, રાજેશભાઇ, હરપાલસિંહ, લક્ષ્મણભાઇ, પુષ્પરાજસિંહ તથા મુકેશભાઇ સહિતે ઉમંગ પટેલની પાસા હેઠળ અટકાયત કરી તેને સુરત જેલમાં ધકેલી દીધો છે

(3:40 pm IST)