Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

લાખોના ચેક રિટર્ન કેસમાં ઓટો કંપનીના ડીરેકટરને એક વર્ષની સજા અને ૩૨.૪૦ લાખનંુ વળતર ચુકવવા હુકમ

આરોપી વળતર-દંડની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજા

રાજકોટ તા. ૧૧: રૂ ૩૨ લાખ ૪૦ હજારના ચેક રિટર્નના કેસમાં અદાલતે રાજકોટની એક જાણીતી કંપનીના ડીરેકટરને એક વર્ષની સજા તેમજ રૂ. ૩૦ લાખ ૪૦ હજારનું વળતર તથા દંડ ચુકવવાનો હુકમ કર્યો હતો. જો આરોપી દ્વારા આ રકમ ચુકવવામાં કસુર થાય તો વધુ છ માસની સજાનો આદેશ પણ કોર્ટે કર્યો હતો.

આ કેસની હકીકત જોઈએ તો, રાજકોટમાં કાસ્ટ એન્ડ બ્લોવર કું. ગુજરાત પ્રા. લી. ના ડીરેકટર દિનેશભાઈ નાથાભાઈ પેઢડીયાએ રાજકોટની અદાલતમાં સદરહું પ્રા. લી. કંપની  તથા તેના ડીરેકટર સામે  ફરીયાદ કરેલ કે, ફરીયાદી કંપની સબમર્શીબલ પંપ વિગર મેન્યુફેકચરનો પ્લાન્ટ ધરાવે છે અને દેશના જુદા જુદા રાજયોમાં તેનું વેચાણ કરે છે તહોમતદારે ફરીયાદી કંપનીની માલીકી અને કબજા ભોગવટાની જમીન લોધીકા તાલુકાના ગામ કાંગશીયાળી મુકામે આવેલ હોય જે જમીન તહોમતદારે લીવ એન્ડ લાયસન્સી એગ્રીમેન્ટની વિગતે ફરીયાદી કંપની પાસેથી મેળવેલ હોય અને લીવ એન્ડ લાયસન્સી એગ્રીમેન્ટ રજીસ્ટર્ડ કરાવી તે કરારની તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવા કરાર સ્વરૂપ લેખીત બાહેંધરી આપેલ અને તહોમતદાર તે જગ્યા પર બેસી વેપાર ધંધો કરતા હોય અને જે કરાર અનુસાર ચડત થયેલ લેણી રકમ ચુકવવા તહોમતદારે ફરીયાદી કંપની જોગના ૨કમ રૂ.૨,૪૩,૦૦૦/- ના કુલ નવ ચેકો આપેલ.

આ ચેકો રીટર્ન થતાં અદાલતમાં ફરીયાદ કરતા કુલ નવ કેસોમાં સમાધાન થતા કાયદેસરની લેણી રકમનું લખાણ તહોમતદારે ફરીયાદી કંપની જોગ લખી આપેલ અને થયેલ સમજુતી મુજબ નવ કેસ માહેની કાયદેસરની લેણી રકમ તેમજ ત્યારબાદની ચડત થયેલ લેણી રકમ મળી કુલ કાયદેસરની લેણી રૂ. ૩ર, ૪૦,૦૦૦/- નો ચેક ફરીયાદી કંપની જોગ ઈસ્યુ કરી આપી, ચેક સોંપતી વખતે ચેક પાસ થઈ જશે ૨કમ છે નહી તેવા વચન, વિશ્વાસ સાથે સુપ્રત કરેલ ચેક રીટર્ન થતા ફરીયાદીએ રકમની ડીમાન્ડ કરતી નોટીસ પાઠવવા છતા રકમ પરત ન કરતા  ફરીયાદીએ રાજકોટની અદાલતમાં આરોપી  સામે કેસ દાખલ કરેલ હતો.

આ કેસની હકીકતો ધ્યાને લઇ કોર્ટે નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ અન્વયેના ગુના સબબ મનીષભાઇને ે તકસીરવાન ઠરાવી એક વર્ષની સજાનો હુકમ તથા રકમ રૂ.૩૨,૪૦,૦૦૦/- દંડ અને દંડની રકમ ન ભર્યે વધુ છ માસની સજાનો હુકમ તેમજ રકમ રૂ. ૩૨,૪૦,૦૦૦/- નું વળતર ફરીયાદીને એક માસમાં ચુકવી આપવા અને તેમા કસુર કર્યે વધુ છ માસની સજા ભોગવવાનો એ રીતનો સિમાચીન્હરૂપ સજાનો હુકમ ફરમાવતા કોર્ટે પરીસર તેમજ ઉદ્યોગ જગતમાં ચર્ચાનો વિષય બની ગયેલ  હતો.

ઉપરોકત કામમાં ફરીયાદી દિનેશભાઇ પેઢડીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, સંજય ઠુંમર, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(3:40 pm IST)
  • સુપ્રીમકોર્ટમાં અયોધ્યા ભૂમિ વિવાદ અને આમ્રપાલી મામલાની થશે સુનાવણી : સુપ્રીમકોર્ટમાં બે મોટા મામલાની થશે સુનાવણી : અયોધ્યા ભૂમિ વિવાદ અને આમ્રપાલીના અધૂરા પ્રોજેક્ટ પર સુનાવણી કરશે access_time 1:03 am IST

  • ૯/ ૧૧ હુમલાની ૧૮મી વરસી પર અફઘાનિસ્તાનમાં અમેરિકી દુતાવાસ પર હુમલો : અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ થયેલા ત્રાસવાદી હુમલાના ૧૮ વર્ષ પૂર્ણ થવાના દિવસે અફઘાનિસ્તાનમાં અમેરિકી દુતાવાસ પર એક રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યોઃ અધિકારીઓએ જણાવ્યું કે જાનમાલનું કોઇ નુકસાન નથી થયું. access_time 1:03 pm IST

  • રાજકોટમાં ઓમ કમ્યુનિકેશન નામની પેઢીમાં DGGSTI : લીમડા ચોક ખાતે આવેલા આલાપ બી માં ત્રીજા માળે ટીમ ત્રાટકી ભર બપોરથી તપાસનો ધમધમાટ ચાલુ access_time 7:23 pm IST