Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

મકાનમાં ચોરી કરવાના ગુન્હામાં આરોપીનો છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા. ૧૧ :. મકાન માલિકના ઘરમાં ચોરીના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરના માલવિયાનગર પો. સ્ટે.માં નોંધાયેલ આઈ.પી.સી. કલમ ૩૮૧થી ફરીયાદણ ઈલાબેન નવીનચંદ્ર પટેલ રહે. કોટેચાનગર મેઈન રોડ, નૂતનનગર, પ્લોટ નં. ૧૯, 'આત્મન', રાજકોટનાએ આરોપી ચંદુભાઈ ચનાભાઈ વાડોદરા રહે. અમરજીતનગર શેરી નં. ૨, એરોડ્રામ રોડ, રાજકોટનાએ ફરીયાદ કરેલ. જેમાં ચાલુ કેસ દરમિયાન ફરીયાદણ અવસાન પામેલ હતા પરંતુ ફરીયાદણના પુત્રી કોમલ વિશાલ પટેલ તથા જમાઈ વિશાલ નવીનચંદ્ર પટેલ રહે. વડોદરા તેમજ રિકવરી પંચો, સાક્ષીઓ, તપાસનીશ અધિકારી વગેરેને તપાસવામાં આવેલા હતા.

આ કેસની હકીકત એવી હતી કે ફરીયાદીના મકાનમાં આરોપીએ સોનાના દાગીના રૂ. ૫૨,૦૦૦ના તેમજ રોકડા રૂ. ૬.૦૦૦ની ચોરી ફરીયાદીની નજર ચૂકવીને કરેલ હતી.

આ કેસ ચાલી જતા કોર્ટે ફરીયાદ પક્ષ પોતાનો કેસ પુરવાર કરવામાં નિષ્ફળ નિવડેલના તારણથી આરોપીને રાજકોટના જ્યુ. મેજી. એમ.વી. ચૌહાણે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ચંદુભાઈ ચનાભાઈ વાડોદરા વતી રાજકોટ શહેરના યુવા ધારાશાસ્ત્રી નિરવકુમાર કે. પંડયા, હર્ષા નિરવ પંડયા તથા નેહા કમલેશ રવિયા રોકાયેલા હતા.

(3:38 pm IST)