Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ઝમઝમ ચોકમાં ભવ્ય નિયાઝનો હજારો લોકોએ લાભ લીધો

 રાજકોટઃ ગઇકાલે આશૂરા પર્વ નિમિત્તે જંગલેશ્વર મેઇન રોડ ઉપર આવેલ ઝમઝમ ચોકમાં દર વર્ષે 'રોઝા' પૂર્ણ થયા બાદ યોજાતી  વેજીટેરીયન નિયાઝ ગઇ સાંજે રાખવામાં આવેલી જેમા ગઇકાલે વરસાદ નહીવત રહેતા રઝાનગરમાં તાજીયા નિહાળવા આવેલા હિન્દુ- મુસ્લિમ  હજારો ભાઇ - બહેનો તેમાં જોડાયા હતા. જે નિયાઝનો કાર્યક્રમ સાંજે ૭/૩૦ વાગ્યે ચાલુ થયા બાદ બે કલાક સુધી ચાલ્યો હતો અને તેના  માટે નવ યુવાન કાર્યકરોએ ખડેપગે સેવા આપી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:30 pm IST)
  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST

  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST

  • લાખો- કરોડોના હેરોઇન સાથે ત્રણ ઝડપાયા : દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે મણીપુરથી ઝારખંડના નકસલ ઇલાકામાં થઇને આવતા ૧૦ કિલો હેરોઇન સાથે ત્રણ સંદીગ્ઘ આરોપીઓને ઝડપી લીધા access_time 3:20 pm IST