Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

જુલુસમાં નહીં જોડાતા તાજીયા સાથે રઝાનગરમાં મહોર્રમ પર્વ સંપન્ન

રાત્રિના તમામ તાજીયાને એક લાઇન દોરીમાં કરી નૂરાની ચોકમાં સલામી આપી માતમમાં રાખી દેવાયા

રાજકોટ તા.૧૧:  રઝાનગર (જંગલેશ્વર) સમસ્ત સુન્નિ મુસ્લિમ જમાત દ્વારા આ વિસ્તારમાં 'હુસેની ગમ'માં બનતા એકતાલીસ(૪૧) તાજીયાના સંચાલકો સતત ૧૯માં વર્ષે પણ જંગલેશ્વરની એકતા જાળવી રૂટ પર ફરવા નહી જતા અને નૂરાની  ચોકમાં રાત્રે લાઇન દોરીમાં બધા જ તાજીયા આવી 'હુસેની મહેફીલ'માં ચિરિત ગ્રૃપ દ્વારા સલાતો સલામ અને નાતો મનકબતની મહેફીલમાં સામેલ થયા જ્યાં સાદાંતોએ સલાતો સલામ પેશ કરીને હુશેની ગમમાં બનતા તાજીયા પોત પોતાના માતમમાં રવાના થયેલ.

આ કાર્યક્રમમાં રહીમભાઇ સોરા, રહેમાનભાઇ ડાકોરા, હાજી બાબુભાઇ વિશળ, બાબુભાઇ ઠેબા, ઈકબાલભાઇ લીગડીયા - રફીકભાઇ સવાણ, શરીફભાઇ સોઢા, હાસમભાઇ મેતાજી  સૈયદ સિકંદર બાપુ, મુન્નાબાપુ, જુમાબાપુ, જુસબમીયા બાપુ, દાદાબાપુ, હનીફભાઇ જસાણી, ઈબ્રાહીમ સોરા, રજાકભાઇ સમાં, અમીન સમા, રજાક જુણેજા, તન્વિર મેમણ, રજાકભાઇ ભાણું, હાજીભાઇ ઓડીયા, આમંદભાઇ નાઇ, કોર્પોરેટર  હારૂનભાઇ ડાકોરા, હશનભાઇ સોરા, શબ્બીરભાઇ પરમાર, શફીકભાઇ ખલીફા, યાકુબભાઇ સુમરા, જાવેદભાઇ ઘાંચી, તથા જંગલેશ્વર વિસ્તારની જુદી જુદી તાજીયા કમિટી - ન્યાઝ કમીટી , શબીલ કમિટી, રોશની કમિટી તથા ત્રણેય મસ્જીદોના ટ્રસ્ટીઓ તથા જુદી જુદી જમાત અને યુવા ગ્રૃપના સંચાલકોએ જહેમત ઉઠાવી હતી. ભકિતનગર  પીઆઇ શ્રી ગઢવી તેમના સ્ટાફે કાયદો વ્યવસ્થાની સુંદર જાળવણી કરી  તે બદલ સંપુર્ણ ટીમનો આભાર વ્યકત કરીએ છીએ તેમજ સફાઇની સુંદર કામગીરી કરી આરોગ્યની ટીમ દ્વારા જરૂરત મુજબ દવા છટકાવ તથા ફોગીંગ મશીન દ્વારા કરેલ કામગીરી બદલ આભારની લાગણી વ્યકત કરીએ છીએ આ સાથે પીજીવીસીએલના અધિકારીઓ તથા સ્ટાફે વિજપુરવઠો જાળવી રાખી તથા જરૂર પડે ત્યાં યુધ્ધના  ધોરણે  ફોલ્ટ રીપેર કરીને કાબીલેદાદ કામગીરી બજાવી તે બદલ આભાર વ્યકત કરીએ છીએ તેમ આ  આગેવાનોએ જણાવ્યુ છે.

છેલ્લા બે દિવસમાં બે થી અઢી લાખ હિન્દુ-મુસ્લીમ ધર્મપ્રેમી જનતા 'ગમે હુસેનની'યાદમાં સામીલ થઇ તે બદલ આભાર વ્યકત જાાહેર જનતાનો પણ આ યાદીમાં માનેલ છે.

(3:29 pm IST)