Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

કમલેશ રામાણી આઉટસ્ટેટનો રહેવાસી હોવાનો બોગસ પુરાવો ઉભો કરી ટેમ્પરરી પરમિટ પર દારૂ મેળવતો!

રાજકોટઃ કુખ્યાત બિલ્ડર અને અસંખ્ય ગુનાઓ આચરવાને કારણે તાજેતરમાં પાસામાં ધકેલાયેલા કમલેશ રામાણી સામે વધુ એક ગુનો નોંધાય શકે છે. તાજેતરમાં પોલીસે તેને એક યુવતિ સાથે દારૂ પીધેલી હાલતમાં મોટા મવા પાછળ આવેલા તુલિપ પર્પલ એપાર્ટમેન્ટના ફલેટમાંથી ઝડપી લીધો હતો. એ વખતે દારૂ પીધેલાનો ગુનો નોંધાયો હતો. પાછળથી તાલુકા પી.આઇ. શ્રી વી.એસ. વણઝારાએ હાથ ધરેલી તપાસમાં જુદી-જુદી પરમિટ શોપના જવાબદાર કર્મચારીઓના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કમલેશે ગુજરાત બહારનો રહેવાસી હોવાનો રહેણાંક પુરાવો ઉભો કરી તેના પર ટેમ્પરરી પરમિટ પર દારૂ મેળવ્યો હોવાનું જણાયું હતું. આ માટે દરેક  વાઇન શોપ ઉપર નિયમ મુજબ તે આઠ-પંદર દિવસે જે તે રાજ્યમાંથી મુસાફર તરીકે રાજકોટ આવ્યાની ટિકીટ રજૂ કરી ટેમ્પરરી પરમિટ કઢાવતો હોવાનું ખુલ્યું છે. આ મામલે તેની સામે બોગસ રહેણાંક પુરાવા સહિતના દસ્તાવેજો ઉભા કરવા બદલ ગુનો નોંધાવાની શકયતા છે.

(4:14 pm IST)
  • ૯/ ૧૧ હુમલાની ૧૮મી વરસી પર અફઘાનિસ્તાનમાં અમેરિકી દુતાવાસ પર હુમલો : અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ થયેલા ત્રાસવાદી હુમલાના ૧૮ વર્ષ પૂર્ણ થવાના દિવસે અફઘાનિસ્તાનમાં અમેરિકી દુતાવાસ પર એક રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યોઃ અધિકારીઓએ જણાવ્યું કે જાનમાલનું કોઇ નુકસાન નથી થયું. access_time 1:03 pm IST

  • બપોરે ૩ વાગે લેવાયેલ ઇન્સેટ તસ્વીરમાં ગુજરાત ઉપર વાદળો ગાયબ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં આજનો દિવસ વરસાદી માહોલ રહેશે. કાલથી વરસાદની માત્રા અને વિસ્તાર ઘટી જશે access_time 4:15 pm IST

  • ૧૩મીથી મુંબઇમાં ફરી વરસાદનું જોર વધતુ જશે : મુંબઇમાં ૧૩મી સપ્ટેમ્બર શુક્રવારે બપોરથી રવિવાર ૧૫મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડતો રહેશે તેમ એક ખાનગી વેધર સંસ્થાએ ટ્વીટ કરી જણાવ્યું છે. આ ૩૬ કલાકના સમયમાં (થાણે-નવી મુંબઇ સહિત) ૪ થી ૫ ઇંચ વરસાદ પડવા સંભવ છે. જયારે પશ્ચિમ અને ઉતરના પરાઓમાં ૬ ઇંચથી પણ વધુ વરસાદ પડશે access_time 4:15 pm IST