Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

સૌરાષ્ટ્રમાં પ્રથમવાર

રાજકોટમાં ગો ગેસ એલીટ એલપીજી ગેસ સીલીન્ડર લોન્ચીંગઃ કોન્ફીડન્સ પેટ્રોલીયમ હવે સૌરાષ્ટ્રમાં

દેશભરમાં ૧૩૦ ઓટો એલપીજી સેન્ટરઃ ૫૮ બોટલીંગ પ્લાન્ટઃ ૮૦૦થી વધુ વેપારી નેટવર્ક...

કોન્ફીડન્સ પેટ્રોલીયમ દ્વારા યોજાયેલ પત્રકાર પરીષદ સંબોધતા જનરલ મેનેજરશ્રી શૈલેન્દ્ર વૈદ્ય, ડીજીએમ શ્રી રમીત હુડા અને ટેરેટરી મેનેજર તેજસ દફનરી નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા.૧૧: કોન્ફીડન્સ પેટ્રોલીયમ ઇન્ડીયા લીમીટેડ દ્વારા અમદાવાદમાં લોન્ચીંગ બાદ હવે સૌરાષ્ટ્રની જનતા માટે બ્લાસ્ટ પ્રુફ, હળવા વજનવાળા અને અર્ધપારદર્શક એલ.પી.જી. સિલીન્ડર ગો ગેસ ઇલાઇટની રજુઆત કરાઇ છે. આવનારા સમયમાં આ સિલીન્ડરો ભારતીય રસોડામાં ક્રાંતિ લાવશે. તેમ પત્રકાર પરીષદમાં જનરલ મેનેજર શ્રી શૈલેન્દ્ર વૈદ્યેનું જણાવ્યું હતું.

કાન્ફીડન્સ પેટ્રોલીયમ જુથ એશીયામાં સૌથી મોટી એલપીજી સિલીન્ડર ઉત્પાદક અને એલપીજી બોટલર છે. તે ભારતમાં ૧૩૦ કરતા વધુ ઓટો એલપીજી સ્ટેશન ચલાવે છે. ૫૮ બોટલીંગ પ્લાન્ટ, ભારતમાં ૧૫ સીલીન્ડર ઉત્પાદન એકમો ધરાવે છે. તે ૮૦૦ થી વધુ મજબુત વેપારી નેટવર્ક દ્વારા બ્રાન્ડ ગો ગેસ હેઠળ એલપીજી ગેસ સીલીન્ડર પુરા પાડે છે. આ ગ્રુપ ૨૨ રાજયોમાં કામગીરી ધરાવે છે. ગો ગેસ ઇલાઇટ કોમ્પોસિટ થેસ સિલીન્ડર લોન્ચીંગ સાથે, કંપની આગામી ૩ મહિનામાં ભારતનાં નાના-મોટા શહેરોમાં તેની હાજરી વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.

આ પ્રસંગ્ર બોલતા શ્રી વૈદ્યએ ભારતીયા બજારમાં એક ક્રાંતિકારી પગલા તરીકે સંયુકત ગેસ સીલીન્ડરની રજુઆત કરી હતી જે આગામી વર્ષોમાં ભારતીય રસોડાને  પરિવર્તિત કરવા માટે બંધાયેલો છે. આપણા દેશની વસ્તી આશરે ૧૨૫ કરોડ છે. અને આશરે ૭૫ કરોડ લોકો એલપીજી ગ્રાહકો છે જો કે ૭૦ કરોડ લોકોને ખબર નથી. કે એલપીજી ગેસ સીલીન્ડરનું તેમના ઘરે આવે છે. તેનું કેટલું વજન છે. એ પણ નથી જાણતા કે બોટલમાં તેમને કેટલો ગેસ મળે છે. અમારા આ સિલીન્ડરો છેલ્લા ૬૫ વર્ષથી વપરાતા લોખંડ બોડી સિલીન્ડર કરતા અલગ છે. સૌ પ્રથમ આ સંયુકત ગેસ સીલીન્ડર અર્ધપારદર્શક છે જેના કારણે અંદર કેટલો ગેસ છે. તે સરળતાથી જોઇ શકાય છે.

કોન્ફીડન્સ ગ્રુપનાં ડી.જી.એમ શ્રી સુમિત ભદ્વા અને આ બધા લોકો આગામી થોડો વર્ષોમાં કોમ્પોસીટ જણાવ્યુ કે ૭૦ કરોડ લોકો એલપીજીનો ઉપયોગ કરે છે શ્રી ટેરેટરી મેનેજર-તેજર દફરીએ પત્રકારોને જણાવ્યું કે ૭૦ કરોડ લોકો એલપીજીનો ઉપયોગ કરે છે. અને આ બધા લોકો આગામી થોડા વર્ષોમાં કોમ્પોસીટ સીલીન્ડરોનો ઉપયોગ કરવાના બદલાતા લાભો જોઇ શકે છે, ભારતીય બજારમાં આવા સીલીન્ડરોની ભાવિ માંગ  જોઇને એવું કહી શકાય કે ભવિષ્યમાં સંયુકત સીલીન્ડરોની જરૂરીઆત વધશે. આ ક્ષેત્રે રોજગાર પેદા થવાની પણ ધારણા કંપની ધરાવે છે. આ સીલીન્ડરો અમેરીકા, જાપાન, ઓસ્ટ્રોલીયા અને યુરોપનાં ઘણાં દેશોમાં અત્યંત લોકપ્રિય છે અને હવે વધુને વધુ લોકો આનો ઉપયોગ કરતા થઇ ગયા છે.

આ પત્રકાર પરીષદમાં કોન્ફીડન્સ પેટ્રોલીયમ ઇન્ડીયા પ્રા.લી.નાં જનરલ મેનેજરઃ માર્કેટીંગ- શ્રી શૈલેન્દ્ર વૈદ્ય, ડીજીએમ-શ્રી સુમીત ભદ્વા, ટેરેટરી મેનેજર તેજસ દફતરી હાજર રહી માહીતી આપી હતી. જયારે પત્રકાર પરીષદમાં સફળ સંચાલન રીઝલ્ટ એડવર્ટાઝીંગ પ્રા.લી.નાં ડીરેટકર જીતુ કોઠારી અને મેહુલ દામાણી દ્વારા કરવામાં આવેલ હતું.

(4:10 pm IST)