Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

જાતીય સતામણી પ્રકરણમાં

કોઇની શેહ કે દબાણમાં આવ્યા વગર પગલા લેવાશેઃ કુલપતિ દવે

રાજકોટ તા.૧૧: સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાયોસાયન્સ ભવનમાં પ્રો. નિલેશ પંચાલ સામે થયેલ જાતીય સતામણી ફરિયાદ પ્રકરણમાં કુલપતિ ડો. નિલાંબરીબેન દવેએ પત્રકારો સાથેની વાતચિતમાં સ્પષ્ટ જણાવ્યું કે યુનિવર્સિટી કોઇની શેહ કે દબાણમાં આવ્યા વગર જવાબદાર સામે પગલા લવાશે.

કાર્યકારી કુલપતિ ડો. નીલાવરીબેન દવેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં કે કોલેજોમાં છાત્રાઓ અભય છે. મહિલાઓનું રક્ષણ કરવા રાજય સરકાર અને યુનિવર્સિટી કટીબધ્ધ છે. આ જાતીય સતામણીની ફરીયાદ મળતા જ યુનિવર્સિટીના વુમન હેરેસ્મેન્ટ સેલને સોંપી હતી અને ગણત્રીના દિવસોમાં જ તપાસ પુર્ણ કરી સીલબંધ કવરમાં  અહેવાલ સોંપ્યો છે. જે આગામી સીન્ડીકેટમાં મુકવામાં આવશે અને રીપોર્ટના આધારે દોષીતો સામે કડક પગલા લેવાશે.(૧.૨૬)

(4:02 pm IST)