Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

સેવા કાર્યોમાં સરગમ કલબ શિરમોર સંસ્થા : અંજલીબેન રૂપાણી

ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસ નિમિત્ત્।ે યોજાયો સર્વરોગ નિદાન કેમ્પ : ૧૬૩૦ દર્દીઓની તપાસ-સારવાર

રાજકોટ : સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસ નિમિતે સર્વરોગ નિદાન-સારવાર કેમ્પનો ૧૬૩૦ જેટલા દર્દીઓએ લીધો હતો. તમામ દર્દીઓને એકસરે, સોનોગ્રાફી, કાર્ડિયોગ્રામ, ચશ્માં અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. કેમ્પમાં ૮૦ જેટલા ડોકટરોએ સેવા આપી હતી. આ પ્રસંગે શહેરના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને છેલ્લા ૨૩ વર્ષથી આ પ્રકારે કેમ્પ યોજવા બદલ સરગમ કલબની ટીમને અભિનંદન આપ્યા હતા સાથોસાથ ગુણવંતભાઈ ડેલાવાળાને જન્મદિવસની શુભેચ્છા આપી અભિવાદન પણ કર્યું હતું. આ પ્રસંગે ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન  રૂપાણી  ઉપરાંત મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી, ગુજરાત ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજ, સાંસદ  મોહનભાઇ કુંડારિયા, શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત,  ઉદ્યોગપતિ નંદલાલભાઈ માંડવિયા,  નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરીયા, મહાવીર સેવા ટ્રસ્ટના ચંદ્રકાન્તભાઈ શેઠ, કેળવણી મંડળના નવીનભાઈ ઠક્કર, ઇન્ડિયન મેડિકલ એસો.ના પ્રમુખ ડો. હિરેન કોઠારી,  સિવિલ હોસ્પિટલના ડો. મનીષ મહેતા, જીતુભાઇ પટેલ, પ્રતાપભાઈ પટેલ, મૌલેશભાઇ પટેલ, મહેન્દ્રભાઈ ફળદુ, શંભુભાઈ પરસાણા, રમેશભાઈ પટેલ, શિવલાલ આદ્રોજા, ખોડીદાસભાઈ પટેલ, રાકેશભાઈ પોપટ, ભુપતભાઇ ભરવાડ, શિવલાલભાઈ રામાણી, વેજાભાઇ રાવલિયા, રઘુનંદન સેજપાલ, રમેશભાઈ જીવાણી, ડીવી મહેતા, યુવા બિલ્ડર ભાવેશભાઈ પટેલ, નરેશભાઈ લોટીયા, મીતેનભાઈ મહેતા, ડો. પ્રફુલભાઇ શાહ, ડો.ચંદાબેન શાહ, વિનોદભાઈ ઉદાણી, સરગમ સલાહકાર સમિતિના કુંદનબેન રાજાણી , ચંદ્રિકાબેન ધામેલીયા, કાશ્મીરાબેન નથવાણી , કાંતાબેન કથીરિયા,જયશ્રીબેન સેજપાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ નિદાન-સારવાર કેમ્પ માટે કમાણી  ફાઉન્ડેશન, બાન લેબ, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, મહાવીર સેવા ટ્રસ્ટ, અશોક ગોંધીયા ટ્રસ્ટ, જે.વી.શેઠિયા ટ્રસ્ટ, એલેકસ ફાર્મા અને પ્રવીણભાઈ જસાણી વગેરેનો સહયોગ મળ્યો હતો.  કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન સરગમના ઉપપ્રમુખ અરવિંદભાઈ દોમડિયાએ કર્યું હતું. જયારે  કેમ્પ વિષેની માહિતી ડો. રાજેશ તૈલીએ આપી હતી. આ તકે શ્રીમતી અંજલીબેન રૂપાણીએ પોતાના પ્રવચનમાં સરગમ કલબને શિરમોર સંસ્થા ગણાવી હતી. તેમને કહ્યું હતું કે, આટલા વર્ષોથી એકધારી સેવા કરવામાં આવી રહી છે તે બદલ સંસ્થા અભિનંદનને પાત્ર છે. મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, સરગમ દ્વારા થતી સેવા અનન્ય છે અને તે ઘણા લોકો માટે ઉપયોગી સાબિત થાય છે. કાર્યક્રમના અંતે આભારવિધિ ડો.અમિત હાપાણીએ કરી હતી. આ કાર્યક્રમમાં દરેક મહાનુભાવોએ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાને જન્મદિવસ નિમિતે આવો કેમ્પ યોજવા બદલ અભિનંદન આપી તેમનું અભિવાદન કર્યુ હતું.ગુણવંતભાઈએ કહ્યું હતું કે, આ કેમ્પમાં ૧૬૩૦ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. જેમાં ૩૫૦ લોકોને વિનામૂલ્યે ચશ્માં, ૭૫દ્ગચ સોનોગ્રાફી, ૮૦દ્ગક્ન એકસરે,  અને ૧૧૪દ્ગચ લેબોરેટરી સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા ડો.કમલ પરીખ, ડો. પારસ શાહ, ડો. અમિત હાપાણી, ડો. રશ્મિભાઈ  ઉપાધ્યાય, ડો. રાજેશ તૈલી, ડો.એન.ડી.શીલુ ઉપરાંત ૮૦ જેટલા ડોકટરોએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ભરતભાઈ સોલંકી, મનસુખભાઇ ધંધુકિયા, ઘનશ્યામ પરસાણા, દિપક શાહ, રમેશભાઈ અકબરી, રાજેન્દ્ર શેઠ, જયસુખભાઇ ડાભી, મનમોહન પનારા, કનૈયાલાલ ગજેરા, ઉપરાંત લેડીઝ કલબના પ્રમુખ નીલુબેન મહેતા, જશુમતીબેન વસાણી, જયશ્રીબેન રાવલ, ગીતાબેન હિરાણી, વિપુલાબેન હિરાણી, છાયાબેન દવે, ભાવનાબેન મહેતા, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન ધનેશા, જયશ્રીબેન વ્યાસ વગેરેએ જહેમત ઉઠાવી હતી. (૧૬.૧)

(3:58 pm IST)