Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

રાજકોટના મદદનીશ જીલ્લા રજીસ્ટ્રારને ફરજ ઉપર લેવાની અમલવારી કરવા આદેશ

રાજકોટ તા. ૧૧: અદાલત દ્વારા મદદનીશ જીલ્લા રજીસ્ટ્રારશ્રીને ફરજ ઉપર લેવાનો અને હુકમનામાની અમલવારી કરવાનો આદેશ કોર્ટે કર્યો હતો.

રાજકોટ શહેરમાં જીલ્લા રજીસ્ટ્રારશ્રીની કચેરીમાં મદદનીશ જીલ્લા રજીસ્ટ્રારશ્રી ભવાનભાઇ પોપટભાઇ મેંદપરાને ગાંધીનગરના સહકારી મંડળીઓના અધિક રજીસ્ટ્રાર (વહીવટ) ના હુકમથી તા. ૩૦/૦૬/ર૦૧૬ના રોજ વયનિવૃત્તના કારણોસર સરકારી સેવામાંથી ફરજ મુકત કરવામાં આવેલ હતા. આ કર્મચારીએ જન્મ તારીખમાં સુધારો કરેલ કાનુની કાર્યવાહીમાં સને-ર૦૦૬ તેની તરફેણમાં ચુકાદો આવેલ હતો.

આ કર્મચારીને હુકમનામા વિરૂધ્ધ નિવૃત્તા કરવામાં આવતા કર્મચારીએ સીવીલ અદાલતમાં હુકમનામાની અવગણના બદલ હુકમનામા મુજબ નોકરી ઉપર લેવા માટે દીવાની દરખાસ્તની કાર્યવાહી કરવામાં આવેલ.

સરકારપક્ષે દશ વર્ષ બાદ હુકમનામા વિરૂધ્ધ સેકન્ડ અપીલ માટેની કાર્યવાહી કરેલ અને વિલંબ માફ કરવા માટેની અરજી કરવામાં આવેલ જેમાં ગુજરાત હાઇકોર્ટનાં ન્યાયમુર્તિશ્રી જે. બી. પારડીવાલાએ સરકારશ્રીનો વિલંબ માફ કરવાની અરજી નામંજુર કરવામાં આવેલ હતી.

આ કર્મચારીને ફરજ ઉપર ત્વરીત લેવામાં આવેલ નહીં જેથી કર્મચારીની તરફેણમાં હુકમનામું તેમજ ગુજરાત હાઇકોર્ટનો કર્મચારીની તરફેણમાં ચુકાદો તેમજ હાઇકોર્ટના સરકારી વકીલશ્રીનો અભિપ્રાય તેમજ સહકાર વિભાગ અને કાયદા વિભાગે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરવા માટે મંજુરી આપેલ નહીં જેથી આ કર્મચારીના કીસ્સામાં કર્મચારીની લેખીત રજુઆતો તેમજ હુકમનામાની અમલવારી કરવામાં જે બે વર્ષ અને બે મહીના જેવો લાંબો સમય કાનુની પ્રક્રીયામાં પસાર થયેલ હોય તેમજ તેઓ તા. ૩૧/૦૯/ર૦૧૮ ના રોજ નિવૃત્ત થવાના હોવાથી ફરજ ઉપર ત્વરીત લેવા માટેની લેખીત રજુઆત કરવામાં આવેલ.

(3:57 pm IST)