Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસના અધિકારીઓ સાથે ચંદુભાઈ ફળદુની મંત્રણાઓ

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ, લંડનના ચેરમેન ડો. દિવાકર સુકુલ તેમની મુંબઈ મુલાકાત દરમ્યાન સામાજીક અને કિશાન અગ્રણી તથા જાણીતા બોલીવુડના ફાયનાન્સીયર શ્રી ચંદુભાઈ પટેલને ઔપચારીક રીતે મળ્યા હતા. ચંદુભાઈ પટેલ ભારતીય સામાજીક, સાંસ્કૃતિક, રાજકીય અને બોલીવુડ વર્તુળનું એક મોહક વ્યકિતત્વ છે. ડો. દિવાકર સુકુલ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસની ટીમ આ મુલાકાત દરમિયાન હળવી પળો માણતા દેખાયા હતા. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસની ટીમનાં શ્રી સંતોષ શુકલા, દિવ્યા સુકુલ, ડો. રાજીવ શ્રી વાસ્તવ વગેરેએ પણ તેમની સાથે ચર્ચાઓ કરી હતી. તેમની વાતચીત દરમિયાન ડો. દિવાકર સુકુલે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કામગીરીઓની માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે ડબલ્યુ.બી.આર. એ વર્લ્ડ રેકોર્ડનું ડોકયુમેન્ટેશન, વેરીફીકેશન અને પ્રમાણપત્ર આપતી દુનિયાની મોટી સંસ્થાઓ માંહેની એક છે. જે સમાજ સુધારણામાં યોગદાન આપનાર વ્યકિત અને સંસ્થાઓનું સન્માન પણ કરે છે. શ્રી ચંદુભાઈ પટેલે ડબલ્યુ.બી.આર.ની પ્રવૃતિઓની સરાહના કરતા કહ્યું કે સંસ્થા ખરેખર સુંદર પ્રવૃતિ કરી રહી છે.(૨-૧૪)

(3:55 pm IST)