Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

'દિગ્વિજય અધિવેશન'માં ભાગ લેવા ભાજપના ૬૦૦ કાર્યકર્તાઓની ટીમ રવાના

રાજકોટઃ યુવાઓના આદર્શ એવા સ્વામી વિવેકાનંદે શિકાગો ખાતે ધર્મપરીષદને સંબોધીન વિશ્વભરમાં ભારત માતાનું ગૌરવ વધાર્યુ હતુ ત્યારે આ ગૌરવની ક્ષણની યાદગીરીરૂપે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ડો.ઋત્વીજભાઇ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, રાજયના મંત્રી કૌશિકભાઇ પટેલ સહીતનાની ઉપસ્થિતિમાં પ્રદેશ યુવા મોરચા દ્વારા 'દિગ્વિજય દિવસ'અધિવેસન યોજવામાં આવેલ છે. આ અધિવેશનમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ અને યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયાની આગેવાનીમાં શહેર યુવા ભાજપની ટીમ ૯ બસ તેમજ ૧૦ ફોરવ્હીલરના કાફલા સાથે સહેરના કુવાડવા રોડ સ્થિતિ સાત હનુમાન મંદિર ખાતેથી રવાના થઇ હતી. આ તકે પ્રદિપ ડવ, પરેશ પીપળીયા, અમીત બોરીચા, હીતેશ મારૂ, પૂર્વેશ ભટ્ટ, પાર્થરાજસિંહ ચૌહાણ, વ્યોમ વ્યાસ, અશ્વીન રાખશીયા, નાગજી વરૂ, ભાવેશ ટોયટા, અભય નાંઢા, ચંદુભાઇ ભંડેરી, હેમાંગ પીપળીયા, રાજન ત્રિવેદી, જસ્મીન મકવાણા, વીમલ ઠોરીયા, સંજય વાઢેર, મૌલીક કપુરીયા, જય બોરીચા, નીરવ રાયચુરા, કૌશલ ધામી, વિનોદ કુમારખાણીયા, હીરેન સોજીત્રા, જયપાલ ચાવડા, રાકેશ રાદડીયા,પ્રીતેશ પોપટ, જય શાહ, સચીન કોટક, હરેશ સભાડ, સંદિપસિંહ પરમાર, સહીત શહેરના દરેક વોર્ડમાંથી યુવા ભાજપની કારોબારી સહીત ૬૦૦ યુવા કાર્યકર્તાઓની ટીમે આ દિગ્વિજય દિવસ' અધિવેશનમાં કુવાડવા રોડ ખાતે 'સાત હનુમાન' મંદિર ખાતેથી 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના નારા સાથે પ્રસ્થાન કરેલ હતું.(૮.૨૫)

 

(3:41 pm IST)