Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

વાંકાનેર સોસાયટીમાં ભવ્ય-દિવ્ય ગણેશોત્સવ

નિરાધાર ગૌમાતાના લાભાર્થે ગુરૂવારથી મહોત્સવ પ્રારંભઃ દરરોજ રાત્રે આરતી-રાસોત્સવઃ રાજકોટમાં ગણેશોત્સવનો પ્રારંભ મનુભાઇ ચૌહાણના પિતાશ્રીએ કર્યો હતો

વાંકાનેર સોસાયટીના મનુભાઇ ચૌહાણ, વજરાજભાઇ ચાવડા, માલદેભાઇ મારૂ, વિનુભાઇ જડુ, રાજેશભાઇ હુબલ, પ્રદ્યુમનભાઇ કોઠીવાલ નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૬.૧૯)

રાજકોટ તા. ૧૧ : જામનગર રોડ પર જકાત નાકા પાસે વાંકાનેર સોસાયટીમાં ગુરૂવારથી ગણેશોત્સવનો ભવ્ય -દિવ્ય પ્રારંભ થશે. સોસાયટીના અગ્રણીઓ મનુભાઇ ચૌહાણ, વનરાજભાઇ ચાવડા, માલદેભાઇ મારૂ, વિનુભાઇ જડુ, રાજેશભાઇ હુંબલ, પ્રદ્યુમનભાઇ કોઠીવાલ 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા.

અગ્રણીઓએ જણાવ્યું હતું કે, તા. ૧૩ થી તા. ર૩ સુધી ગણેશોત્સવ રંગેચંગે ઉજવાશે. સમગ્ર આયોજન નિરાધાર ગૌમાતાના લાભાર્થે કરાયું છે. ગરણી શકિતધામના પૂ. વાલબાઇમાંના આશીર્વાદ સાથે ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે વાંકાનેર સોસાયટી શેરી-૪, 'વ્રજભૂમિ' ખાતેથી શોભાયાત્રા નીકળશે. તાલુકા પંચાયતના પ્રમુખ અને દાતા પૃત્વીરાજસિંહ હેમુભા જાડેજા (ઘોઘુભાબાપુ) ના હસ્તે અખંડ દીપનું પ્રાગટ્ય થશે મહોત્સવના પ્રમુખ સ્થાને રમેશભાઇ ઠકકર તથા મહેમાનપદે એ. જી. તેજુરાજી તથા એ. કે.ઝાલા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વનરાજભાઇ ચાવડા હંમેશા હૂંફ આપે છે.

તા.૧૩ ને બપોરે ૧ર.૩૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. ઉત્સવ દરમિયાન દરરોજ રાત્રે ૮.૩૦ વાગ્યે સંધ્યાબેન ચૌહાણ વૃંદ દ્વારા સંગીતમય આરતી થશે. બાદમાં દરરોજ રાત્રે ૯.૩૦ વાગ્યે બહેનોને રાસોત્સવ યોજાશે. તા. ૧૯ ના બુધવારે સાંજે પાંચ વાગ્યે ચંદનસિંહ રાઠોડના યજમાનપદે સત્યનારાયણ કથા આયોજિત થઇ છે.

સમગ્ર આયોજનમાં અગ્રણીઓ નિર્મળભાઇ લોખીલ, એચ.  એમ. રાણા, ગજેન્દ્રસિંહ વાળા, સુભાષભાઇ ડાંગર, પાંચાભાઇ હુંબલ, કિશોરભાઇ સોલંકી, શ્યામલભાઇ રાઠોડ, લાલજીભાઇ બાબરીયા, બળદેવસિંહ જેઠવા, હમંતપુરી ગોસ્વામી, વિરાભાઇ ડાંગર, દેવરાજભાઇ ડાંગર, વનરાજભાઇ ડાંગર, વિનુભાઇ જલુ, જયંતીભાઇ બાબરીયા, વિજયભાઇ જલુ, નાગદાનભાઇ ડાંગર, સુરેશભાઇ ડાંગર, સંજયભાઇ ડાંગર, દિગુભા ગોહીલ, સુરેશભાઇ હુંબલ, રાજેશભાઇ હુંબલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ મહોત્સવમાં ગણેશદાદાની મુખ્ય મૂર્તિ કાયમ સ્થાપિત છે. પ્રતિતાત્મક રૂપે નાની સાઇઝના માટીના ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને શાસ્ત્રોકત પ્રમાણે  પરંપરાગત રૂપે ગણેશોત્સવ ઉજવાય છે. અહીના ગણપતી દાદાની માનતાઓ પણ થાય છે. રાજકોટમાં ગણેશોત્સવનો પ્રારંભ મનુભાઇ ચૌહાણના પિતાશ્રીએ કર્યો હતો. પરશુરામદાદાએ પોલીસ હેડ કવાટર્સમાં ગણપતિ મહોત્સવ શરૂ કરેલો.

વાંકાનેર સોસાયટીમાં ૩૦ વર્ષથી ગણેશોત્સવ ઉજવાય છે. આ અંગે વધારે વિગતો માટે માલદેભાઇ મારૂ મો. ૯૮૯૮૪ ૧૯૧૪૬મનુભાઇ ચૌાણ ૯૮રપ૩ ૧૦૧રર, ભુરાભાઇ આહીર ૯૯રપ૬ ૧ર૬રર નંબર પર સંપર્ક થઇ શકે છે. (૬.૧૯)

(3:34 pm IST)