Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

રાજકોટની મહિલા સહિત ૫ દર્દીને સ્વાઇન ફલૂની સારવાર

૩ પુરૂષને સ્વાઇન ફલૂ કન્ફર્મ : બે મહિલાના સ્વાઇન ફલુના રિપોર્ટની જોવાતી રાહ

રાજકોટ તા. ૧૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફલૂએ ફરી દેખા દીધા છે અને રાજકોટની ૩ ખાનગી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલના બે સહિત કુલ પાંચ દર્દીઓ સ્વાઇન ફલુની સારવાર હેઠળ છે.  આ અંગે મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જાહેર કર્યા મુજબ શહેરના આનંદ બંગલા ચોક (મવડી) ખાતેના ૪૭ વર્ષના મહિલાને સ્વાઇન ફલૂની શંકાએ લેન્ડમાર્ક હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.

તેવી જ રીતે ધોરાજી દરબારગઢ પાસે રહેતા ૬૦ વર્ષના મહિલાને સ્વાઇન ફલૂની સારવાર માટે ઓલમ્પસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે જુનાગઢના વડાલમાં રહેતા ૫૮ વર્ષના પ્રૌઢને સ્ટર્લીંગ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂની સારવાર અપાઇ રહી છે.

આ ઉપરાંત અમરેલીના બાબરા તાલુકાના અમરાપર ગામના ૫૦ વર્ષના પ્રૌઢ અને વેરાવળના ભાલકાતિર્થના ૫૫ વર્ષના પ્રૌઢને સ્વાઇન ફલૂ હોવાનો રિપોર્ટ આવતા બંને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.  આમ, રાજકોટમાં સ્વાઇન ફલૂના કુલ પાંચ દર્દીઓ સ્વાઇન ફલૂની સારવાર હેઠળ છે.

(3:25 pm IST)