Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

રૂપિયામાં નરમાઇ અને સ્થાનિક ખરીદીના ટેકે સોનામાં તેજીનો માહોલ :વધુ 200નો ઉછાળો

 

રાજકોટ :રૂપિયામાં નબળાઈ અને સ્થાનિક ઝવેરીઓની ખરીદીથી સોનાના ભાવમાં તેજી જોવાઈ રહી છે ચાંદીના ભાવમાં વધારો થઇ રહયો છે સોનામાં આવેલી તેજી વૈશ્વિક બજારમાં આવેલી મંદીથી વિપરીત તેજી જોવા મળી હતી. સ્થાનિક જ્વેલર્સ વેપારીઓની ખરીદીને કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. રૂપિયો સતત કમજોર પડી રહ્યો છે.ડોલરની તુલનાએ રૂપિયો 72.67 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. જેનાથી સોનાની આયાત મોંઘી થઈ છે.

દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 200 રૂપિયા વધીને 10 ગ્રામ દીઠ 31,550 રૂપિયા થઈ ગયો છે. ગ્રાહકના એકમ અને સિક્કાના ઢોળાવનો ઉથલો રહેવાથી ચાંદી 175 રૂપિયા વધી કિલોગ્રામ દીઠ 37,950 રૂપિયા પર આવ્યું છે. બુલિયન  માર્કેટના જાણકારોના જણાવ્યા મુજબ તહેવારના મોસમને જોતા ઝવેરીઓની માંગ વધવાથી સોનામાં તેજી જોવા મળી છે. જોકે, સોનાના ભાવમાં વૈશ્વિક સ્તર પર મંદીને કારણે તેજી ઓછી જોવા મળી હતી .

(10:25 pm IST)