Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ગાંધીજી વિષે ટીપ્‍પણી કરનાર કવિ સામે પોલીસ ફરીયાદ કરો... આયોજક મનોજ જોશીને હટાવોઃ નિદત બારોટ

કુલપતિ ભીમાણીને પત્ર પાઠવી રજુઆત કરતા ડો.નિદત બારોટ

રાજકોટ, તા., ૧૧: વિવાદીત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં કાવ્‍ય મહાકુંભમાં કવિએ કરેલી ગાંધીજી વિષેની ટીપ્‍પણી સામે ગુજરાત પ્રોફેશનલ કોંગ્રેસના પ્રમુખ ડો.નિદત બારોટે કુલપતિ ગીરીશ ભીમાણી સમક્ષ ઉગ્ર રજુઆત કરી છે.

નિદત્ત બારોટે રજુઆતમાં જણાવ્‍યું છે કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની ગુલાબદાસ બ્રોકર ચેર અને અખિલ ભારતીય રાષ્‍ટ્રીય શૈક્ષણિક સંઘના ઉપક્રમે યોજાયેલ કાવ્‍ય મહા કુંભના કાર્યક્રમમાં મધ્‍યપ્રદેશથી આવેલા દેવ કળષ્‍ણ વ્‍યાસે પોતાની કવિતાઓ રજૂ કરી તેમાં પૂજ્‍ય બાપુ માટે વિવાદિત શબ્‍દ પ્રયોગ કર્યા છે. સમગ્ર દેશ આઝાદીનો અમળત મહોત્‍સવ ઉજવી રહ્યો છે ત્‍યારે, આઝાદી અપાવનાર ગુજરાતના પુત્ર અને દેશના રાષ્‍ટ્રપિતા પૂજ્‍ય મહાત્‍મા ગાંધીની ધરતી પર આવીને સૌરાષ્‍ટ્ર વિશ્વવિદ્યાલયના પટાંગણમાં કવિએ કાવ્‍ય પઠન કર્યું તેમાં જે શબ્‍દ પ્રયોગ કરવામાં આવ્‍યો છે તે માત્ર ગુજરાતને નહીં સમગ્ર દેશને અપમાન કરનાર છે. કાર્યક્રમનું સંચાલન બ્રોકર ચેરના કોર્ડીનેટર મનોજ જોશી કરી રહ્યા હતા. ગાંધીજી વિશે વિવાદિત ટિપ્‍પણી પૂર્ણ કરીને જ્‍યારે કવિએ પોતાની વાત પૂરી કરી ત્‍યારે મનોજ જોશી જે રીતે કવિ ના વખાણ કરતા શબ્‍દોનો પ્રયોગ કર્યો છે તે નબળી માનસિકતાનું ઉદાહરણ પૂરું પાડે છે.

પ્રો. નિદત્ત બારોટે જણાવ્‍યું છે કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના લાંબો સમય સેનેટ સભ્‍ય રહેલા ડો.પ્રિયવદન કોરાટ આ કાર્યક્રમમાં હાજર હતા તેઓએ મનોજ જોશી નું ધ્‍યાન પણ દોર્યું હતું અને કવિને સ્‍ટેજ પરથી દૂર કરવા જોઈએ તેવી વાત પણ કરી હતી.  પ્રિયવદનભાઈ કોરાટ આ કાર્યક્રમ છોડીને જતા રહ્યા હતા. માંગણી કરૂ છું કે બ્રોકર ચેર  ના કોઓર્ડીનેટર પદેથી મનોજ જોશીને દૂર કરવામાં આવે અને વિવાદિત ટિપ્‍પણી કરનાર દેવ કળષ્‍ણ વ્‍યાસ ની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે.

(4:58 pm IST)