Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

‘હર ઘર તીરંગા': રાજમાર્ગો રાષ્‍ટ્રીય રંગે રંગાયા

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની એક સંયુકત યાદીમાં જણાવાયું છે કે હર ઘર તિરંગા એ આઝાદી કા અમૃત મહોત્‍સવના નેજા હેઠળનું એક અભિયાન છે જે લોકોને તિરંગાને ઘરે લાવવા અને ભારતની આઝાદીના ૭પમાં વર્ષ નિમિતે તેને લહેરાવવા માટે પ્રોત્‍સાહિત કરે છે.  આઝાદીના ૭પમાં વર્ષમાં એક રાષ્‍ટ્ર તરીકે સામૂહિક રીતે દ્વજને ઘરે લાવવો એ માત્ર તિરંગા સાથે અંગત જોડાણનું જ નહી પરંતુ રાષ્‍ટ્રનિર્માણ પ્રત્‍યેની આપણી પ્રતિબઘ્‍ધતાનું મૂર્ત સ્‍વરૂપ બની જાય છે. ત્‍યારે દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી કરેલ આ પહેલ પાછળનો વિચાર લોકોના હ્રદયમાં દેશભકિતની લાગણી જગાડવાનો  અને ભારતીય રાષ્‍ટ્રધ્‍વજ વિશે જાગૃતી લાવવાનો છે. શહેર ભાજપ દ્વારા ‘હર ઘર તિરંગા' અભિયાન અંતગર્ત શહેરભરના રાજમાર્ગો, મુખ્‍ય ચોકો પર આકર્ષક હોડીંગ્‍સ અને બેનરોથી શણગારાયા છે. અને રાજમાર્ગો તિરંગા રંગથી રંગાયા છે. ત્‍યારે આ અંતગર્ત શહેરના વિવિધ સ્‍થળો ખાતેથી ૧ લાખથી પણ વધુ તિરંગાનું વિતરણ શરૂ કરવામાં આવશે અને ઘેર-ઘરે તિરંગો લહેરાવામાં આવશે. તેમ એક યાદીમાં જણાવેલ છે.

(4:19 pm IST)