Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

સાસણગીરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીઃવનરાજાનું જતન કરવા શપથ

નાયબ વન સંરક્ષક ડો. મોહન રામની આગેવાનીમાં સાસણમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

રાજકોટ તા. ૧૦ :.. આજે સર્વત્ર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સાસણ ગીરમાં નાયબ વન સંરક્ષક ડો. મોહન રામની આગેવાનીમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જુનાગઢનાં સીસીએફ આરાધના શાહુ તથા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સિંહના જતન માટે શપથ લીધા હતાં. (પ-૩ર)

(12:46 pm IST)