Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

તિરંગાયાત્રામાં ભારતીના વીર સપૂતોને ભાવાંજલિ

આવો સૌ સાથે મળી રાજકોટમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની હાજરીમાં થનારી ઐતિહાસિક ત્રિરંગા યાત્રામાં જોડાઈએઃ રાજુભાઇ ધ્રુવ

રાજકોટઃ આઝાદી મળ્‍યાના આટલા વર્ષો સુધી આઝાદી દિવસ જેવા રાષ્‍ટ્રીય પર્વોની ઉજવણી ફક્‍ત સરકારી કાર્યક્રમ બની રહેતી હતી પરંતુ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં આવી ઉજવણી આજે આઝાદીના અમળત મહોત્‍સવ- રાષ્‍ટ્રીય તહેવાર તરીકે સૌ કોઈ ઉમંગથી ઉજવે છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ આરંભેલા ‘હર ઘર તિરંગા'અભિયાનમાં આજે જન-જન જ્ઞાતિ, જાતિ, ધર્મનો ભેદભાવથી પર જઈને આ પર્વમાં હર્ષોલ્લાસ પૂર્વક જોડાઈ રહ્યો છે તેમ જણાવતા ભાજપના સૌરાષ્‍ટ્રનાં પ્રવકતા રાજુભાઈ ધ્રુવે આગામી તા. ૧૨નાં રોજ રાજકોટમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને ગળહમંત્રી હર્ષભાઈ સંઘવી,રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા અગ્રણીઓ ની ઉપસ્‍થિતિમાં યોજાનારી ત્રિરંગા યાત્રામાં ઉમંગ અને ઉત્‍સાહ ભેર જોડાવા રાજકોટવાસીઓને અપીલ કરી છે.

રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું છે કે, અત્‍યારે ભારત સરકારે આ ૭૫ મા સ્‍વતંત્રતા દિવસ પર ઘરે રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસાત્‍મક પહેલ શરૂ કરી છે.દેશના સપુત અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ  દેશવાસીઓના હૃદયમાં દેશભક્‍તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્‍ય સાથે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે.

આપણો રાષ્‍ટ્રધ્‍વજ આપણા દેશની મહાન સંસ્‍કળતિ, સભ્‍યતા અને ઈતિહાસને પ્રતિબિંબિત કરે છે. પવનમાં લહેરાતો આપણો રાષ્‍ટ્રધ્‍વજ આપણા દેશની સ્‍વતંત્રતા દર્શાવે છે. આ ધ્‍વજ આપણા દેશના નાગરિકોની આઝાદીની સાથે અંગ્રેજોના જુલમમાંથી મુક્‍ત થવા પર આપણા અને આપણા દેશવાસીઓનું ગૌરવ છે. આપણા રાષ્‍ટ્રધ્‍વજમાં ત્રણ રંગો -તત્‍વો મહત્‍વના છે, જે આપણા દેશની અખંડિતતા, એકતા અને બહાદુરી દર્શાવે છે.

ભારતને આઝાદી મળ્‍યા પછીના છેલ્લા  ૭૫ વર્ષોમાં દેશે દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. આપણા દેશે વિજ્ઞાન અને ટેકનોલોજી, તબીબી વિજ્ઞાન અને અન્‍ય ઘણા ક્ષેત્રોમાં પ્રચંડ પ્રગતિ કરી છે. આ૫ણે  હવે વિકાસના ક્ષેત્રે ખૂબ જ ઉચ્‍ચ સ્‍થાને છીએ અને તેની ઉજવણી કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. આમ, આઝાદી કા અમળત મહોત્‍સવની ઉજવણી એ એવી વસ્‍તુ છે કે જેમાં દરેક ભારતીય નાગરિકે ભાગ લેવો જોઈએ અને ખૂબ જ ગર્વ અનુભવવો જોઈએ. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(10:56 am IST)