Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

દેવનગરમાં ૧૬ વર્ષના વિજયનું બેભાન થઇ ગયા બાદ મોત

રાજકોટ તા. ૧૧: નાના મવા રોડ મારવાડી બિલ્‍ડીંગ સામે દેવનગરમાં રહેતો વિજય જેઠાભાઇ ચાવડા (ઉ.૧૬) સવારે પાંચેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. વિજય ત્રણ બહેન અને બે ભાઇમાં નાનો હતો. તેને પહેલેથી માનસિક બિમારી હતી. રક્ષાબંધનના તહેવારને દિવસે જ આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(10:51 am IST)