Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

રાજકોટ શહેર - જીલ્લાની ૧૯ કોવીડ-હોસ્પીટલના ડોકટરોને સાંજે કલેકટરનું તેડુઃ વેન્ટીલેટર ICU બેડ ડબલ કરવાની યોજના

અન્ય તમામ વિગતો પણ મંગાઇઃ હાલ ખાનગી હોસ્પીટલોમાં ર થી ૮ જેટલા વેન્ટીલેટરો છે

રાજકોટ તા. ૧૧: રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાના કૂદકે-ભૂસકે વધતા કેસો જોઇ કલેકટરે એક મહત્વનો નિર્ણય લીધો છે, અને દરેક હોસ્પીટલમાં વેન્ટીલેટર-ICU બેડ ડબલ થાય તેવી યોજના બનાવી છે.

વિગતો મુજબ અને અધીકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે, આજે સાંજે રાજકોટ શહેરની ૧૬-ખાનગી કોવીડ હોસ્પીટલ અને જીલ્લાની ૩ ખાનગી કોવીડ-હોસ્પીટલના સંચાલકો-મુખ્ય ડોકટરોને ૪ વાગ્યે પોતાની હોસ્પીટલની તમામ માહિતી સાથે બોલાવ્યા છે.

આ માહિતીમાં દરેક ખાનગી કોવીડ-હોસ્પીટલમાં કેટલા વેન્ટીલેટર છે, કેટલા ICU બેડ છે, જનરલ બેડ કેટલા છે, સ્ટાફ, અન્ય મેડીકલ સાધનો સહિતની વિગતો મંગાઇ છે.

હાલ સીવીલમાં પૂરતા વેન્ટીલેટર છે, અંદાજે ૯૦ થી ૧૦૦ જેટલા છે, હવે ખાનગીમાં ICU બેડ, વેન્ટીલેટર વધારવા-ડબલ કરવાની કલેકટરે યોજના બનાવી છે, અને આ સંદર્ભે સાંજે ૪ વાગ્યે મીટીંગ બોલાવી છે.

એક વિગત મુજબ રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ર થી ૮ સુધીના વેન્ટીલેટરો છે, જે ડબલ કરાશે.

(3:19 pm IST)