Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

વિજયભાઈની ઐતિહાસીક જાહેરાતથી ખેડૂતોમાં ખુશાલીનું મોજુઃ રાજુ ધ્રુવ

ગુજરાતના ઈતિહાસમાં રાજય સરકારનો અભૂતપૂર્વ નિર્ણય

રાજકોટ, તા.૧૧: વરસાદના અભાવે પડેલો દુષ્કાળ હોય કે પછી કયાંય અતિવૃષ્ટિને લીધે ખેતીને નુકસાન થયું હોય, ભાજપની સરકાર હંમેશા ખેડુતોની સાથે રહી છે એવું જણાવીને ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કરેલી નવી કિસાન વિકાસ નીતિને આવકાર આપ્યો હતો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ,નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને કૃષિમંત્રી શ્રી આર સી ફળદુને આ અભૂતપૂર્વ ઐતિહાસિક મહત્વ ના નિર્ણય માટે અભિનંદન આપતા જણાવ્યું હતું કે કિસાનોના વ્યાપક હિતમાં આ નિર્ણયની જાહેરાત જન્માષ્ટમી પર્વ પર થઇ છે.પરંતુ ખેડુતો માટે તો જાણે વહેલી દીવાળી આવી ગઇ હોય એવો માહોલ સર્જી દીધો છે. મુખ્યમંત્રીશ્રીએ ખેડુતો માટેની પોતાની સંવેદના અને હૂંફનો આ રીતે પરિચય આપ્યો છે.

કોંગ્રેસની સરકારોએ ખેડુતોને પાયમાલ કરવામાં બાકી નથી રાખ્યું. પાકવીમો હોય કે ટેકાના ભાવ કે પછી સસ્તાં બિયારણના પ્રશ્ન હોય ખેડુતો કાયમ પરેશાન રહેતા. કૃષિ અને પશુપાલન બન્ને આપણા પરંપરાગત વ્યવસાય છે, ખેડુતોનું હિતએ સમગ્ર અર્થતંત્રનું હિત છે એ વાત ભાજપે ધ્યાનમાં રાખી છે.

રાજય સરકારની નવી કિસાન નીતિ અંગે વિગત આપતાં રાજુભાઇએ કહ્યું કે જો વરસાદ અનિયમીત કે ઓછો પડે તો ખેડુતોને નુકસાન જવાની શકયતા ઘણી રહે છે. આવી કુદરતી આપત્ત્િ।ની સ્થિતિમાં ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ઘતિ જેમાં રાજયના બધાજ ખેડુતોનો સમાવેશ થાય અને નુકસાન થયેલ ખેડૂત રહી ન જાય તે ધ્યેય સાથે ખરીફ ઋતુમાં કુદરતી આપતિથી થયેલ પાક નુકશાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજયના વિસ્તારોને આવરી લે તેવી યોજના અમલમાં મૂકવા રાજય સરકારે નિર્ણય કર્યો છે.  અને તેમાં રાજય ના નાના મોટા સીમાંત બધાજ ખેડૂતોને આવરી લેવાયા છે તે મુખ્યમંત્રીની સંવેદનશીલતાનો જીવંત પુરાવો છે. સૌથી મહત્વનું તો એ છે કે આ યોજના માટે ખેડૂતે કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહિ તેમ પણ તેમણે જણાવ્યું હતું.

(3:18 pm IST)