Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

પુસ્તક અવલોકન ધન્વી માહી

નવા જ ઉંડાણમાં લઇ જતુ સદ્દગુરૂ ઓશોના પ્રવચનોનું અનુવાદિત પુસ્તક 'પરમ દ્વાર'

શિર્ષક : પરમ દ્વાર

અનુવાદક : સ્વામી સત્ય સમર્પણ

કિંમત : ૧૭૦

પ્રકાશક : દક્ષા પટેલ, ઉપનિષદ ચેરીટેબલ ટ્રસ્ટ,  વડોદરા (ફોન ૯૧: ૨૬૫ : ૨૫૮૦૩૩૬)

પ્રાપ્તિ સ્થાન : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રીજ પાસે, ૪ વૈદવાડી, ડી-માર્ટની પાછળની શેરી, રાજકોટ

સંપર્ક : સ્વામિ સત્ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬

સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦

કોરોનાના કારણે લોકોની બહારની મુવમેન્ટ બંધ થઇ ગઇ છે. તેવા સમયે ઓશોથી વધારે સર્જનાત્મક, મનોવૈજ્ઞાનિક અને વાંચવામાં આનંદ આવે તેવા પુસ્તકો કોણ આપી શકે? તેવા વિચાર સાથે'આઇ એમ ધ ગ્રેટ' અંગ્રેજી પુસ્તકનો અનુવાદ સ્વામી સત્ય સમર્પણે કર્યો. ૨૦૮ પેઇજમાં તૈયાર થયેલ આ પુસ્તકમાં પરમ તરફનો માર્ગ બતાવવા ખુબ સરસ પ્રયાસ કરાયો છે. પરમ ચેતના, પરમ મુકિત, સન્યાસ શું છે, ચક્રમાંથી બહાર નિકળવુ, પોતાનાથી શરૂ કરો વગેરે જેવા ૯ પ્રકરણો આ પૂસ્તકમાં આલેખાયા છે.

(3:16 pm IST)