Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

દુકાનો, રેસ્ટોરન્ટ અને ચાની હોટલમાં સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ન કરનારા વેપારીઓ સહિત ૬૦ પકડાયા

માર્કેટ યાર્ડ બકાલા વિભાગમાં એકઠા થયેલા લોકો તથા રેસકોર્ષના ગાર્ડનમાં ક્રિકેટ રમતા વ્યકિતઓ પણ પોલીસની ઝપટે ચડ્યા

રાજકોટ,તા. ૧૧: શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિફ કામગીરી કરી રહી છે. જેમાંગઇ કાલે જુદા-જુદા વિસ્તારોમાં દુકાન ન જાળવનારા વેપારી, બીજરૂરી ઘરની ટુ-વ્હીલરમાં ત્રિપલ સવારી નીકળેલા અને ફોર વ્હીલ તથા રીક્ષામાં વધુ મુસાફરોને બેસાડી નીકળનારા ચાલકો સહિત ૬૦ લોકોને પકડી કાર્યવાહી કરી છે. જેની વિગતો આ મુજબ છે.

 એ ડીવીઝન પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન કિશાનપરા આર.એમ.સી. સોસાયટીમાંથી નીલેશ શાંતીલાલભાઇ તન્ના, સુરેશ પોપટભાઇ રાજ્યગુરૂ, સોનીબજાર દરબારગઢ પાસેથી મનીષ ઘનશ્યામભાઇ બલ, પંચનાથ મેઇન રોડ પર પ્રોવિઝન સ્ટરો ખુલ્લોરાખનાર વિઠ્ઠલ દ્વારકાદાસભાઇ કારીયા, ગોંડલ રોડ દુકાન ખુલ્લી રાખનાર વેપારી વિનય અમરશીભાઇ કોટેચા, ધર્મેન્દ્ર રોડ પર તાજ પ્રીન્ટ દુકાન ખુલ્લી રાખનાર યાસીન કરીમભાઇ શેખ, કીંગ ફેશન દુકાન ખુલ્લી રાખનાર જાકીર પોલીસે કન્ટેઇમેન્ટ ઝોન શિવશકિત સોસાયટીમાંથી જયસુખ પરસોતમભાઇ શીંગાળા, રણછોડનગર શેરી નં.૧૬માંથી મહેન્દ્ર ફુલચંદભાઇ મેર, જુનુ ભગવતીપરા મેઇન રોડ પર એકટીવા પર ત્રિપલ સવારી નીકળનાર હેઝલ સબ્બીરભાઇ તાલબ, માર્કેટ યાર્ડ પાસેથી રાકેશ લાલજીભાઇ હાંકા, ગ્રેનલેન્ડ ચોકડી પાસેથી દિપક કાળાભાઇ મેવાડા, રાહુલ ધીરૂભાઇ ખોખર, માર્કેટ યાર્ડની અંદર બકાલા વિભાગ પાસેથી વિજય કમાભાઇ ગોહેલ, તથા થોરાળા પોલીસે ભગવતી સોસાયટી શેરી નં.૩માંથી ખુરમ અબ્દુલકરીમ મોગલ, લાખાજીરાજ સોસાયટીમાંથી શરીફ ઇબ્રાહીમભાઇ દરવાન, ૮૦ ફુટ રોડ મોહનભાઇ સરવૈયા હોલની પાસેથી ઇમ્તીયાઝ યુનુસભાઇ પઠાણ, ચુનારાવાડ ચોક પાસેથી ટાઇગર મેન્સવેર નામની રેકડી ચાલુ રાખી માસ્ક અને ગ્લોઝ પહેર્યા વગર ૨ વેપાર કરનાર આદીલ બાબુભાઇ અજમેરી, ચુનારાવાડ ચોકમાંથી જીર ઓપે રેકડી ધારક સાહનવાઝ અબ્દુલ કાદરભાઇ લાહેજી, ચુનારાવાડ ચોકમાંથી ફુટવેર નામની દુકાન પાસેથી કૃણાલ પ્રભુદાસભાઇ ઘાટલીયા, કિશોરસિંહ દાનુભા જાડેજા, કમલેશ કિશોરભાઇ ખાખરીયા, તથા ભકિતનગર પોલીસે હુડકો પાસે સાધના સોસાયટી શેરી નં.૧માંથી વિમલ અરવિંદભાઇ મોલીયા, સંજય અરવિંદભાઇ મોલીયા, પારસ સોસાયટીમાંથી ધર્મેશ દીલીપભાઇ મહેતા ભારતીબેન ધર્મેશભાઇ મહેતા, કોઠારિયા રોડ પરથી રીક્ષા ચાલક વનરાજ ઉર્ફે લાલો રમણીકભાઇ રાઠોડ, જીજ્ઞેશ અરવિંદભાઇ ગોહેલ, તથા આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી પાસેથી રીક્ષા ચાલક અફઝલ ફારૂનભાઇ મડમ તથા માલવીયાનગર પોલીસે અલ્કા સોસાયટી શેરી નં. ૧/૮ના ખૂણેથી નાગેશ લાલજીભાઇ પાનસુરીયા, એસ્ટ્રોન સોસાયટી મેઇન રોડ ત્રીસા બંગ્લોઝ બ્લોક નં. ૨૭માંથી પ્રીતીબેન મનીષભાઇ ફળદુ, તથા પ્રનગર પોલીસે જંકશન પ્લોટ અમીન રજનીકાંતભાઇ સોલંકી રેસકોર્ષ ગાર્ડનમાં ક્રિકેટ રમતા મયુર રાજુભાઇ કાપડીયા, જયચંદુભાઇ ડોબરીયા, ધર્મેશ હસમુખભાઇ સીતાપરા, જતીન હસમુખભાઇ સીતાપરા, ટુ વ્હીલરમાં ત્રિપલ સવારી નીકળનાર સાહીલ અમીનભાઇ મેર, રેસકોર્ષ બહુમાળી ભવન સર્કલ પાસેથી શાહરૂખ સબ્બીરભાઇ મોડલ, કિશન વિનોદભાઇ ધોરડા, રવિ વિકટેશભાઇ સેટીયાર, મનોજ રણજીતભાઇ સોલંકી, કીશાનપરા ચોક પાસેથી રીક્ષાચાલક રીઝવાન જુસબભાઇ ખેરાણી તથા ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પરથી ફોર વ્હીલમાં ૬ મુસાફરોને બેસાડી નીકળેલા જેનુલ હબીબભાઇ સમા, કન્ટેઇનમેન્ટ ઝોન ભારતીનગરમાંથી ગોપાલ હરીભાઇ લોખીલ, હરી રામભાઇ લોખીલ, રૈયા રોડ પર બાલાજી ચીલ્ડ્રન વેર નામની દુકાન રાત્રે ખુલ્લી રાખનાર પિયુષ હરકીશનભાઇ ભટ્ટ, વીનાયક ફેશન નામની દુકાન ખુલ્લી રાખનાર આયુષ છબીલદાસભાઇ ગોંડલીયા, દોઢ સો ફુટ રોડ રામાપીર ચોકડી પાસે દ્વારકાધીશ ટી સ્ટોલ ચાલુ રાખનારા રમેશ બચુભાઇ સીંઘવ, જામનગર રોડ સરદાર કોમ્પ્લેક્ષમાં ચામુડા ચા નામની દુકાન ખુલ્લી રાખનારા રામજી ઉકાભાઇ રાતડીયા, રામાપીર ચોકડી પાસે ખોડીયાર ચા નામની દુકાન ચાલુ રાખનાર બાલ લક્ષ્મણભાઇ ચાવડા, તથા તાલુકા પોલીસે ૪૦ ફુટ રોડ પર આર.એચ.વોચ દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર ચમન જાદવજીભાઇ રોધેલીયા, મવડી મેઇન રોડ પર પ્લેટેનીયમ કોમ્પ્લેક્ષમાં રજવાડી પાન દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર કમલેશ રણછોડભાઇ સાવલીયા, ગોરર્ધન ચોક માધવ પાર્ક-૩માંથી ચંદુ મોહનભાઇ પીપળીયા, મીત રમેશભાઇ ડોબરીયા, રંગોલી પાર્ક પાસેથી ઠાકર પાન પાસે ગ્રાહકો એકઠા કરનાર ચંદ્રેશ ગોરધનભાઇ ઝીંઝુવાડીયા, તથા યુનિવર્સિટી પોલીસે કન્ટેઇમેન્ટ ઝોન ઇન્દીરાનગરમાંથી મહેશ ભીખાભાઇ રત્નોતર, તાલુકા પોલીસ સ્ટેશનની સામે જયગોપાલ ટી સ્ટોલ ખુલ્લો રાખનાર દેવા, સિંઘાભાઇ ગોલચર, દ્વારકાધીશ પાન સેન્ટર દુકાન ખુલ્લી રાખનાર મહેન્દ્રસિંહ ચતુરસિંહ ગોહીલ, કાલાવડ રોડ કોસ્મોપ્લેક્ષ પાસે જય ખોડીયાર પાનની દુકાન ખુલ્લી રાખનાર રણછોડ રતાભાઇ લાંબડીયાની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

(2:39 pm IST)